રણબીરને હીરો બનાવવાના કારણે રણવીર અને ભણસાલી વચ્ચે થયો વિવાદ? મિત્રતા તૂટી હોવાની અટકળો
Ranveer is upset with Sanjay Leela Bhansali : બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીએ સાથે મળીને કેટલાક સુપર ડુપર હિટ પ્રોજેક્ટ આપ્યા છે. તેમાં રામલીલા, પદ્માવત અને બાજીરાવ મસ્તાનીનો સમાવેશ થાય છે. પરંતુ આ બંનેના સંબંધોને લઈને હાલમાં ચોંકાવનારા સમાચાર સાંભળવા મળી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભણસાલી અને રણવીર સિંહ વચ્ચે હવે પહેલા જેવા સંબંધો રહ્યા નથી.
આ પણ વાંચો: બોલિવૂડ પૈસા અને નંબર ગેમની દોડમાં ફસાઈ ગયું, દિગ્ગજ અભિનેતા 'મુન્નાભાઈ' નો કટાક્ષ
ફિલ્મ લવ એન્ડ વોરમાં લીડ રોલ ઓફર ન કરતાં નારાજ છે રણવીર
વરિષ્ઠ પત્રકારના રિપોર્ટ પ્રમાણે રણવીર ડાયરેક્ટર સાથે એટલા માટે નારાજ થયા છે, કારણ કે તેમણે ફિલ્મ લવ એન્ડ વોરમાં અભિનેતાને મુખ્ય ભૂમિકા ઓફર કરી ન હતી. આ ફિલ્મ પ્રેમ ટ્રાયએંગલ પર આધારિત છે. જેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં છે. રિપોર્ટ પ્રમાણે રણવીરને સેકન્ડ લીડ ભૂમિકા માટે ઓફર કરવામાં આવી હતી. સેકન્ડ લીડ કરવા માટે રણવીરે સંમતિ આપી ન હતી અને ઓફર નકારી કાઢી હતી. એટલે એ પછી આ રોલ વિક્કીને મળ્યો હતો.
રણવીરે જન્મદિવસની પાર્ટીમાં ભણસાલીને આમંત્રણ ન આપ્યું
રિપોર્ટ પ્રમાણે આ અણબનાવને કારણે, રણવીરે ભણસાલીને તેના જન્મદિવસની પાર્ટીમાં આમંત્રણ નહોતું આપ્યું. અભિનેતાનો જન્મદિવસ 6 જુલાઈએ હતો. રણવીરે પોતાનો 40મો જન્મ દિવસ નજીકના લોકોની હાજરીમાં ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો. પરંતુ ભણસાલી પાર્ટીમાં હાજર રહ્યા ન હતા.
ભણસાલી અને રણવીર હવે નજીકના મિત્રો નરહ્યા હોવાનો દાવો
આ ઉપરાંત એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભણસાલી અને રણવીર હવે નજીકના મિત્રો નથી રહ્યા. જોકે, આ રિપોર્ટમાં કેટલી સત્યતા છે તે બંનેમાંથી કોઈએ સત્તાવાર રીતે પુષ્ટિ આપી નથી.રણવીર ડાયરેક્ટરના 3 પ્રોજેક્ટ્સનો ભાગ બન્યા પછી રણવીર હવે આલિયા ભટ્ટ સાથે ફિલ્મ 'બૈજુ બાવરા'માં જોવા મળશે. ભણસાલીનું ધ્યાન હાલમાં ફિલ્મ લવ એન્ડ વોર પર છે. રણવીર પણ હાલમાં ફિલ્મ ધુરંધરની તૈયારીમાં પણ વ્યસ્ત છે. ફિલ્મની પહેલી ઝલકે ચાહકોના દિલ જીતી લીધા છે. આ ફિલ્મ આદિત્ય ધર દ્વારા બનાવવામાં આવી છે.