પંચાયતના 'દામાદજી'એ 21 દિવસમાં છોડી સિગારેટ, ફ્રેંડશિપ ડે પર લોકોને કરી ભાવુક અપીલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Aasif Khan: એક્ટિંગની દુનિયામાં ઘણા એવા કલાકારો છે, જેમની એક્ટિંગ જોઈને તો લીડ એકટરની એક્ટિંગ પણ નબળી લાગે. આવા જ એક કલાકાર છે જેની એક્ટિંગની કળાએ અનેક દર્શકોના દિલ જીત્યા છે. વેબ સીરિઝ પંચાયતમાં જમાઈની ભૂમિકામાં જોવા મળેલા આસિફ છેલ્લા ઘણા દિવસોથી તેની કલાકારીને લઇને તો ચર્ચામાં છે પણ તેની સાથે તેની ખરાબ તબિયતને કારણે પણ ચર્ચામાં છે. તે છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં પણ દાખલ છે. તેણે હાલમાં જ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટોઝ શેર કરી ચાહકોને સલાહ આપી હતી. ચાલો જાણીએ તેણે શું સલાહ આપી છે.
આસિફે છોડી સિગારેટ
અભિનેતા આસિફ ખાને રવિવારે રાત્રે તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા હતા. આ ફોટોઝમાં તે હોસ્પિટલમાં પુસ્તક વાંચતો દેખાઈ રહ્યો છે. તે દરમિયાન તેણે કેપ્શનમાં તેના છેલ્લા 21 દિવસની વાત વર્ણવી છે, તેણે લખ્યું કે '21 દિવસમાં સારી ખરાબ આદતો છૂટી જાય છે, સિગારેટ છોડીને આજે મારા પણ 21 દિવસ પૂરા થયા છે, ફ્રેન્ડશીપ ડેના અવસરે હું મારા મિત્રોને એક સલાહ આપવા ઈચ્છું છું. જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવે છે. જ્યારે તમારો સમય હોય છે ત્યારે ઘણા લોકો તમારો સાથ આપે છે, પરંતુ જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે સાચા મિત્રોનો જ સાથ રહે છે.' તેણે આગળ લખ્યું કે 'આસપાસના સાચા લોકોની ઓળખ ઘણીવાર હોસ્પિટલમાં દાખલ થયા પછી જ થાય છે. મોટા શહેરમાં મોટા લોકોને જોઈ આપણે પણ કોફી ન પીવાય. મિત્રો સાથે ચા પીવા મળતા રહો પણ 20-30 રૂપિયાની સિગારેટથી દૂર રહો.' આ રીતે આસિફે તેના મિત્રોને ખાસ સલાહ આપી અને જણાવ્યું કે સિગારેટ પીવાથી સ્વાસ્થ્યને કેવી અસર પહોંચી શકે છે. જણાવી દઈએ કે અમુક દિવસો પહેલા જ આસિફને હાર્ટ એટેક આવ્યો હોવાની અફવા ફેલાઈ હતી, પણ અભિનેતાએ સ્પષ્ટતા આપી કે તેણે ગેસ્ટ્રોઇસોફેગલની સમસ્યા થઈ હતી.
આ પણ વાંચો : ઈમ્તિયાઝ અલીની નવી ફિલ્મનું ટાઈટલ સાઈડ હિરોઝ
આસિફ ખાનની કારકિર્દી
એક દાયકાથી પણ વધુ સમયથી આસિફ ખાન હિન્દી સિનેમામાં એક્ટર તરીકે સક્રિય છે. 'રેડી' અને 'અગ્નિપથ' જેવી ફિલ્મોમાં સાઇડ રોલ નિભાવ્યા બાદ તેને વેબ સીરિઝ 'મિર્ઝાપુર'માં બાબર અને 'પંચાયત'માં 'ગણેશ' જમાઈજીની ભૂમિકાથી ખૂબ જ લોકપ્રિયતા મળી. તેણે 'પાતાલ લોક' અને 'જામતાડા' જેવી સીરિઝમાં પણ કામ કર્યું છે. આવનારા સમયમાં તે આયુષ્માન ખુરાના સાથે હોરર કોમેડી ફિલ્મ 'થામા'માં જોવા મળી શકે છે.








