ઈમ્તિયાઝ અલીની નવી ફિલ્મનું ટાઈટલ સાઈડ હિરોઝ
- ફ્રેન્ડશીપ અને જૂની યાદો પરની ફિલ્મ હશે
- ફિલ્મમાં અપારશક્તિ ખુરાના, વરુણ શર્મા, અભિષેક બેનર્જી સહિતના કલાકારો
મુંબઈ: ઈમ્તિયાઝ અલીએ 'સાઈડ હિરોઝ' ટાઈટલથી નવી ફિલ્મ પ્રોડયૂસ કરવાનું નક્કી કર્યું છે. ફિલ્મ ફ્રેન્ડશિપ અને જૂનાં સંસ્મરણો પર આધારિત હશે.
ફિલ્મ માટે અપારશક્તિ ખુરાના, વરુણ શર્મા, અભિષેક બેનર્જી સહિતના કલાકારોને કાસ્ટ કરાયા છે.
જૂના મિત્રો વર્ષો પછી ફરી એકઠા થાય છે તેવી ફિલ્મને જોકે કોમિક ટચ અપાશે.
જોકે, આ ફિલ્મનું દિગ્દર્શન ઈમ્તિયાઝ અલી જાતે નહિ કરે. તેને બદલે સંજય ત્રિપાઠી ફિલ્મનું દિગ્દર્શન સંભાળશે.
ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરુ થવાનું છે.
જોકે, તેના રીલિઝ પ્લાનિંગ વિશે હાલ કોઈ ચોક્કસ તારીખ અપાઈ નથી.