એકટ્રેસે ચાલુ પાર્ટીની વચ્ચે એક્ટરને ફટકાર્યા ચપ્પલ, VIDEO વાયરલ
Ruchi Gujjar :મુંબઈના સિનેપોલિસ થિયેટરમાં અભિનેત્રી રૂચિ ગુજ્જરે ફિલ્મ 'સો લોંગ વેલી' ના સ્ક્રીનિંગ દરમિયાન ફિલ્મ નિર્માતા અને અભિનેતા માન સિંહ પર ચંપલથી હુમલો કર્યો હતો. હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં તે જોર જોરથી ચીસો પાડતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો: 38 વર્ષીય અભિનેત્રીએ હજુ લગ્ન નથી કર્યા, કહ્યું - બે ત્રણ મહિનાથી વધારે તો ટકતા નથી...
ફિલ્મ નિર્માતા વિરુદ્ધ FIR દાખલ
રુચિ ગુજ્જરનો આ સમગ્ર મામલો રુપિયાની લેવડ દેવડને લઈને છે. માહિતી પ્રમાણે ફિલ્મ નિર્માતાએ રુચિને 25 લાખ રૂપિયા પેમન્ટ ચૂકવ્યુ નથી. અભિનેત્રીનું કહેવું છે કે, 'મને મારા કામના પૈસા આપવામાં આવ્યા નથી. હું અહીં મારા પૈસા લેવા માટે આવી છું.' અભિનેત્રી ગુસ્સે થઈને ઝઘડો કરતા પહેલા દલીલ કરતાં બૂમો પાડતી જોવા મળે છે. રુચિએ છેતરપિંડી અને ધમકીઓનો આરોપ લગાવતા FIR પણ નોંધાવી છે.
એકટ્રેસે ચાલુ પાર્ટીમાં એક્ટરને ફટકાર્યા ચપ્પલ
મુંબઈના એક થિયેટરમાં 'સો લોંગ વેલી'ના સ્ક્રીનિંગ દરમિયાન હંગામો મચી ગયો હતો. અભિનેત્રી રૂચિ ગુજ્જરને જોઈને લાગતું હતું કે, તે ગુસ્સામાં છે, પરંતુ કોઈને ખ્યાલ નહોતો કે, આ મામલો મારપીટ પર ઉતરી આવશે. અભિનેત્રીએ કાંઈ પણ વિચાર્યા વિના ફિલ્મ નિર્માતા અને અભિનેતા માન સિંહને ચંપલથી ફરકાર્યા હતા. જેના કારણે થિયેટરમાં હંગામો મચી ગયો હતો. હાલમાં આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. રુચિ અને નિર્માતા કરણ સિંહ ચૌહાણ વચ્ચે રુપિયાની લેવડ- દેવડને લઈને થયેલા ઝઘડા પછી બની હતી. ઉલ્લેખનીય છે કે, માન સિહ અને કરણે 'સો લોંગ વેલી'નું નિર્માણ કર્યું છે.
મામલો થાળે ન પડતાં અભિનેત્રીએ પિત્તો ગુમાવ્યો
વીડિયોમાં જોઈ શકાય છે કે, રુચિ ટીમ સાથે દલીલ કરતાં જોરજારથી બૂમો પાડી રહી છે. પરંતુ મામલો થાળે ન પડતાં અભિનેત્રીએ તેનો પિત્તો ગુમાવતાં નિર્માતા અને એક્ટર માન સિહ પર ચંપલ કાઢીને હુમલો કરે છે. જો કે, કેટલાક લોકોએ તેને પકડવાની કોશિશ કરી હતી.
આ પણ વાંચો: માઈકલ જેક્સનની બાયોપિક હવે આગામી વર્ષે એપ્રિલમાં આવશે
મીડિયા સાથે અહીં પહોંચી હતી અભિનેત્રી
નોંધનીય છે કે, રુચિ જે રીતે મીડિયા સાથે અહીં પહોંચી હતી, તેના પરથી અંદાજ લગાવી શકાતો હતો કે, આ કંઈક મોટુ કરવા જઈ રહી છે. તેની સાથે કેટલીક મહિલાઓ પણ હાજર હતી, જે તેની સમર્થક હોવાનું કહેવાય છે. આ ઉપરાંત તેની આસપાસના લોકો નિર્માતા વિરુદ્ધ સુત્રોચ્ચાર કરતાં જોવા મળી રહ્યા હતા.