For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાએ ઇન્ડસ્ટ્રીમાં 7 વર્ષ કર્યા પુરા, પોસ્ટ શેર કરીને ખુશી વ્યક્ત કરી

Updated: Dec 30th, 2023

નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાએ ઇન્ડસ્ટ્રીમાં 7 વર્ષ કર્યા પુરા, પોસ્ટ શેર કરીને ખુશી વ્યક્ત કરી

Image: @iamRashmika Twitter

નવી મુંબઇ,તા. 30 ડિસેમ્બર 2023, શનિવાર 

તેલુગુ ફિલ્મોની હિટ અભિનેત્રી અને નેશનલ ક્રશ રશ્મિકા મંદન્ના ભલે સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ હોય, પરંતુ હિન્દી બેલ્ટમાં પણ તેના ઘણા ફેન્સ છે. રશ્મિકા મંદન્ના એક એવી અભિનેત્રી છે જેણે માત્ર સાઉથમાં જ નહીં પરંતુ બોલિવૂડમાં પણ પોતાની ઓળખ બનાવી છે. ખૂબ જ ઓછા સમયમાં રશ્મિકાએ ઈન્ડસ્ટ્રીમાં મોટું સ્થાન હાંસલ કર્યું છે. અભિનેત્રીએ આ વર્ષે ઇન્ડસ્ટ્રીમાં 7 વર્ષ પૂર્ણ કર્યા છે. ઇન્ડસ્ટ્રીને આટલા વર્ષો આપ્યા બાદ અભિનેત્રી ઘણી ખુશ છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. 

રશ્મિકાએ ઇન્ડસ્ટ્રીમાં 7 વર્ષ કર્યા પુરા

રશ્મિકા મંડન્નાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X  પર પોતાનો એક સુંદર ફોટો પોસ્ટ કર્યો છે  જેમાં તે રસ્તાની વચ્ચે ઊભી રહીને પોઝ આપી રહી છે. આ પોસ્ટ શેર કરતી વખતે તેણે લખ્યું કે- ક્યારેક તમે બસ રુકી જાઓ અને વિચારો. આ બધું કેવી રીતે બન્યું, આ બધું ક્યારે બન્યું, આ બધું કેમ થયું અને મને ખૂબ ખુશી છે - કે આ બધું થયું! હું આભારી છું, સુકુનમાં છું અને ખુશ છું.

એકટ્રેસ આગળ લખે છે કે,- જેનું મેં હંમેશા સપનું જોયું છે..આ એજ બધુ છે, મને તેનો ખ્યાલ નથી અને હું એવી વસ્તુ તરફ દોડતી રહી છું જેની મને ખબર પણ નથી, પરંતુ યોગ્ય લોકો સાથે રહેવાથી તમને અહેસાસ થાય છે કે કેટલીકવાર તમારે ફક્ત રુકી જવાની જરૂર છે અને ફક્ત ફિલ કરવાની જરુર છે કે આ એજ છે!આ એજ વસ્તુ છે જેનું હું સપનું જોઇને મોટી થઇ છું.

એકટ્રેસનાં વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, રશ્મિકા મંદન્ના રણબીર કપૂર સાથે ફિલ્મ એનિમલમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે રણબીરની પત્નીનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં તેની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં બોબી દેઓલના રોલે પણ દમાલ મચાવી હતી. આ સાથે જ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારુ ક્લેક્શન કર્યું હતુ. 

Gujarat