નાના પાટેકર 'ખલનાયક' નો આઈકોનિક રોલ કરવાના હતા પણ મેકર્સે છેલ્લી ઘડીએ કેમ બદલ્યો નિર્ણય, જાણો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નાના પાટેકર હતા પહેલી પસંદ
ઘણા ઓછા લોકો જાણતા હશે કે અનિલ કપૂર ઈચ્છતો હતો કે તે ફિલ્મ ખલનાયકમાં બલ્લુના પાત્રની ભૂમિકા ભજવે. તેની માટે અનિલ કપૂર સુભાષ ઘઇના ઘરે પહોંચ્યો. આ પાત્ર ભજવવા માટે અનિલ ટાલ પાડવા પણ તૈયાર હતો. પણ સુભાષ ઘઇને લાગ્યું કે આ પાત્ર માટે અનિલની પર્સનાલિટી મેચ નથી થતી. પણ આ પાત્ર માટે સુભાષ ઘઇએ નાના પાટેકરને પસંદ કર્યો હતો. નાનાને ફિલ્મની સ્ટોરી પણ પસંદ આવી હતી અને તે તૈયાર પણ હતો, પણ ડિરેક્ટર સુભાષ ઘઇના નજીકના મિત્રએ સલાહ આપી હતી કે આ સ્ક્રિપ્ટ પૂર્ણ રીતે કોમર્શિયલ થઈ ચૂકી છે, આવી સ્થિતિમાં કોઈ એવા સ્ટારને પસંદ કરવો જોઈએ જેની બૉક્સ ઓફિસ પર વેલ્યૂ વધારે હોય.
ડિરેક્ટરની નજર સંજય દત્ત પર પડી
ત્યાર બાદ સુભાષ ઘઇની નજર સંજય દત્ત પર પડી, જેની સાથે અગાઉ પણ ડિરેક્ટરે 'વિદાતા' ફિલ્મમાં કામ કર્યું હતું. સંજયની આખો, એક્શન પર તેની પકડ હતી, ડિરેક્ટરને લાગ્યુકે તે બલ્લુના પાત્રને ભજવવા પરફેક્ટ છે. ડિરેક્ટરે સંજયને સ્ક્રિપ્ટ સંભળાવી અને આ પાત્ર માટે સંજયને ઘણી મહેનત કરવા પણ કહ્યું. સંજયને આ પાત્ર એટલુ પસંદ આવ્યું કે તેણે તરત કામ કરવાની હા પાડી. ત્યાર પછી તો બલ્લુ એટલે કે ખલનાયકનું પાત્ર માત્ર ફિલ્મમાં જ નહીં પણ બોલિવૂડના ઇતિહાસમાં પણ ખૂબ જ પ્રચલિત રહ્યું. આજે પણ ઘણા લોકો સંજય દત્તને 'ખલનાયક' તરીકે ઓળખે છે.








