Get The App

જ્યારે પોતાનાથી 13 વર્ષ નાની શ્રીદેવીના પ્રેમમાં પડ્યાં રજનીકાંત, પ્રપોઝ કરે તે પહેલા બની આવી ઘટના

Updated: Aug 6th, 2025

GS TEAM

Google News
Google News
જ્યારે પોતાનાથી 13 વર્ષ નાની શ્રીદેવીના પ્રેમમાં પડ્યાં રજનીકાંત, પ્રપોઝ કરે તે પહેલા બની આવી ઘટના 1 - image
image source: instagram/Sridevi/ Rajinikanth 



Rajinikanth Wanted To Propose Sridevi: બોલિવૂડની સૌથી શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંથી એક શ્રી દેવી આજે પણ લોકોની સૌથી પ્રિય અભિનેત્રી છે. તેની ફિલ્મ 'ચાલબાજ'ને આજે પણ યાદ કરવામાં આવે છે. આ ફિલ્મમાં અભિનેત્રી ડબલ રોલમાં જોવા મળી હતી. ફિલ્મમાં શ્રીદેવીનું કામ એટલું શાનદાર હતું કે દર્શકો તેના પ્રશંસક બની ગયા. સાથે જ સુપરસ્ટાર રજનીકાંત સાથે તેની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રીને પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી.

શ્રીદેવીના પ્રેમમાં પડ્યા હતા રજનીકાંત 

જ્યારે 'ચાલબાજ' ફિલ્મ સિનેમામાં રિલીઝ થઈ હતી, ત્યાં સુધીમાં અભિનેતા રજનીકાંત અને શ્રીદેવીએ એકસાથે અનેક ફિલ્મોમાં કામ કરી ચૂક્યા હતા. તેઓ દર્શકોના ફેવરિટ ઓનસ્ક્રીન કપલ પણ બની ગયા હતા. બંનેની કેમિસ્ટ્રી તમિલ, તેલુગુ અને હિન્દી સિનેમામાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. એક રિપોર્ટ પ્રમાણે શ્રીદેવી સાથે કામ કરવાના શરૂઆતના દિવસોમાં જ રજનીકાંતના મનમાં અભિનેત્રી માટે પ્રેમની લાગણીઓ જાગી હતી. પરંતુ ઓછા લોકો જાણે છે કે રજનીકાંત તેમનાથી 13 વર્ષ નાની શ્રીદેવી સાથે પરણવા ઇચ્છતા હતા. રજનીકાંતના કરિયર ઘડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા ફિલ્મકાર કે. બાલચંદ્રએ આ અંગે એક સ્ટોરી પણ શેર કરી હતી.

આ પણ વાંચો : Teaser: ફરહાન અખ્તરની ફિલ્મ '120 બહાદુર'નું ટીઝર રિલીઝ, ભારતીય સૈનિકોના સાહસની ઝલક દેખાઈ

પ્રપોઝ કરવા ગયા અને દરવાજા પરથી પાછા આવ્યા

બાલચંદ્રએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, 'એક વખત રજનીકાંત શ્રીદેવીની હાઉસવોર્મિંગ પાર્ટીમાં પ્રપોઝ કરવા પહોંચ્યા હતા. જેવા તે અભિનેત્રીના દરવાજા પાસે પહોંચ્યા ત્યાં જ અચાનક લાઇટ જતી રહી. રજનીકાંત અંધશ્રદ્ધામાં વધુ માનતા હતા. તેમણે આ ઘટનાને એક સંકેત માન્યો અને એ ક્ષણને અશુભ સમજીને શાંતિથી પાછા ફરી ગયા. ત્યારબાદ તેમણે ક્યારેય પોતાની લાગણીઓ વ્યક્ત કરી નથી. બાદમાં 1996માં શ્રીદેવીએ પ્રોડ્યુસર બોની કપૂર સાથે લગ્ન કરી લીધા હતા.

શ્રીદેવીએ રજનીકાંત માટે 7 દિવસનો ઉપવાસ રાખ્યો હતો 

અભિનેત્રી શ્રીદેવીએ 13 વર્ષની ઉંમરે તમિલ ફિલ્મ Moondru Mudichu થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે રજનીકાંતની માતાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ બંને માટે મહત્ત્વની ફિલ્મ સાબિત થઈ. વાસ્તવિક જીવનમાં શ્રી દેવી અને રજનીકાંત એક બીજાને ખૂબ સન્માન કરતા હતા. જ્યારે ફિલ્મ 'રાણા'ની શૂટિંગ દરમિયાન રજનીકાંતની તબિયત બગડી હતી, ત્યારે જલદી ઠીક થવા શ્રીદેવીએ તેમના માટે 7 દિવસનો વ્રત રાખ્યો હતો. જણાવી દઈએ કે શ્રીદેવીનું નિધન 24 ફેબ્રુઆરી 2018ના રોજ દુબઈમાં થયું હતું.

Tags :