Entertainment

મને મારવું હોય તો મારી લો પણ હું નહીં આવું...', જ્યારે આમિર ખાને અંડરવર્લ્ડની પાર્ટી ઠુકરાવી

By GS TEAM
30 Jun 20252 mins read
TukuTouch Logo
બોલિવૂડના ‘મિસ્ટર પર્ફેક્શનિસ્ટ’ તરીકે ઓળખાતો અભિનેતા આમિર ખાન હાલ દિવસોમાં તેની ફિલ્મ ‘સિતારે જમીન પર’ને લઈને ચર્ચામાં છે. તેની આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર 10 દિવસમાં 122.65 કરોડનો બિઝનેસ કર્યો છે. તે વચ્ચે આમિર પણ તેની ફિલ્મને વધુ પ્રમોટ કરવામાં વ્યસ્ત છે. તેણે તેના લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં અંડરવર્લ્ડ સાથે જોડાયેલો એક કિસ્સો જણાવ્યો હતો. તેણે જણાવ્યું કે તેને અંડરવર્લ્ડ તરફથી એક પાર્ટીમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું હતું સાથે પૈસા પણ ઑફર કર્યા હતા. એટલું જ નહીં અંડરવર્લ્ડના લોકો પણ તેણે લેવા માટે સેટ પર પણ પહોંચી ગયા હતા.ધમકી પણ આપી હતી કે તેણે આવવું જ પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મને મારવું હોય તો મારી લો પણ હું નહીં આવું...', જ્યારે આમિર ખાને અંડરવર્લ્ડની પાર્ટી ઠુકરાવી

Aamir Was Invited To The Party By The Underworld: બોલિવૂડના ‘મિસ્ટર પર્ફેક્શનિસ્ટ’ તરીકે ઓળખતો અભિનેતા આમિર ખાન હાલના દિવસોમાં તેની ફિલ્મ ‘સિતારે જમીન પર’ને લઈને ચર્ચામાં છે. તેની આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર 10 દિવસમાં 122.65 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. તે વચ્ચે આમિર પણ તેની ફિલ્મને વધુ પ્રમોટ કરવામાં વ્યસ્ત છે. તેણે તેના લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં અંડરવર્લ્ડ સાથે જોડાયેલો એક કિસ્સો જણાવ્યો હતો. તેણે જણાવ્યું કે તેને અંડરવર્લ્ડ તરફથી એક પાર્ટીમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું હતું સાથે પૈસા પણ ઑફર કર્યા હતા. એટલું જ નહીં અંડરવર્લ્ડના લોકો પણ તેણે લેવા માટે સેટ પર પણ પહોંચી ગયા હતા.ધમકી પણ આપી હતી કે તેણે આવવું જ પડશે.

આ પણ વાંચો : રજનીકાંત સાથે બોક્સ ઓફિસ પર રીતિક રોશનની ટક્કર, વૉર-2ના મેકર્સે અપનાવી રણનીતિ

સેટ પર પહોંચ્યા હતા અંડરવર્લ્ડના લોકો

આમિરે  જણાવ્યું કે જ્યારે તેને શારજાહ અને દુબઇમાંથી એક અંડરવર્લ્ડની પાર્ટીના આમંત્રણ માટે એક નહીં અનેક ફોન આવ્યા ત્યારે તેણે ઈનકાર કર્યો હતો. ત્યારે અંડરવર્લ્ડના લોકોએ ટોન બદલીને આમિરને કહ્યું કે આવવું જ પડશે કારણકે જાહેર થઇ ગયું છે કે આમિર ખાન આવી રહ્યા છે, આબરૂનો સવાલ છે. આમિરે તેનો જવાબ આપતા કહ્યું તમે એક મહિનાથી મને મળી રહ્યા છો અને હું શરૂઆતથી જ કહી રહ્યો છું કે હું નહીં આવું. તમે પાવરફુલ છો, તમે ગમે ત્યારે આવી શકો છો. મને મારી-મારીને અધમૂઑ કરી દો, મારા હાથ-પગ બાંધી દો અને જ્યાં ઇચ્છો ત્યાં લઈ જાઓ. હું નહીં આવું. તમે મને બળજબરીથી લઈ જઈ શકો છો, પણ હું નહીં આવું, આવું કહેતા જ તેમણે મને સંપર્ક કરવાનું કરવાનું બંધ કરી દીધું.