Get The App

રજનીકાંત સાથે બોક્સ ઓફિસ પર રીતિક રોશનની ટક્કર, વૉર-2ના મેકર્સે અપનાવી રણનીતિ

Updated: Jun 30th, 2025

GS TEAM

Google News
Google News


રજનીકાંત સાથે બોક્સ ઓફિસ પર રીતિક રોશનની ટક્કર, વૉર-2ના મેકર્સે અપનાવી રણનીતિ 1 - image
                                                                                                                                                                                                         image source: IANS 

Rajinikanth vs Hrithik Roshan: રીતિક રોશન એકવાર ફરીથી પડદા પર એક્શન અવતારમાં દેખાવા જઈ રહ્યો છે. 14 ઑગસ્ટના રોજ તેની ફિલ્મ ‘વોર 2’ રિલીઝ થવાની છે, જે આ વર્ષની મોટી ફિલ્મોમાંથી એક છે. રીતિકના ફેન્સ આ ફિલ્મની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. પણ 'વોર'2ને પડકાર આપવા સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘કુલી’ પણ રિલીઝ થવાની છે. જોકે યશરાજ ફિલ્મ્સ (YRF)ના મેકર્સે કંઇક એવું કર્યું છે , જેનાથી રજનીકાંતની ફિલ્મને નુકસાન પહોંચી શકે છે.


આ પણ વાંચો:સિદ્ધાર્થ શુક્લાથી લઈને શેફાલી જરીવાલા સુધી... અનેક સેલિબ્રિટી બન્યા હાર્ટ એટેકનો શિકાર, જાણો કારણ

રજનીકાંતની ફિલ્મને પહોંચી શકે છે નુકસાન 

આ વર્ષે 14 ઓગસ્ટના રોજ રજનીકાંતની ફિલ્મ ‘કુલી’ પણ રિલીઝ થવાની છે. એવા રિપોર્ટ્સ હતા કે ફિલ્મ 'કુલી' રિલીઝ થયા પછી YRFની ફિલ્મ ‘વોર 2’ને મોટું નુકસાન પહોંચી શકે છે. પણ હવે એવા રિપોર્ટ્સ સામે આવ્યા છે કે રજનીકાંતની ફિલ્મનો સામનો કરવા  ‘વોર 2’ના મેકર્સે તૈયારી કરી લીધી છે. YRFએ ભારતના બધા (30+) Imax સ્ક્રીન બ્લોક કરી દીધા છે. તે માટે એક એગ્રીમેન્ટ તૈયાર કર્યું છે. બધા Imax સ્ક્રીન બે અઠવાડિયા માટે બ્લોક કરવામાં આવ્યા છે. એટલે કે કોઈપણ Imax પર ‘વોર’ સિવાય કોઈ બીજી ફિલ્મ દર્શાવવામાં આવશે નહીં. એવામાં ‘કુલી’ને નુકસાન થવું નિશ્ચિત છે.

રજનીકાંત સાથે આમિર ખાન પણ દેખાશે

જેમ રીતિકના ફેન્સ ‘વોર 2’ની રાહ જોઈ રહ્યા છે, તેમ રજનીકાંતના ફેન્સ પણ ‘કુલી’ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં રજનીકાંત સાથે આમિર ખાન પણ દેખાશે. આમિરનું આ ફિલ્મમાં લગભગ 15 મિનિટનો કેમિયો રોલ પણ છે. હવે જોવાનું એ રહ્યું કે શું બોક્સ ઑફિસ પર આ ક્લેશમાં રજનીકાંતની ફિલ્મને નુકસાન પહોંચી શકે છે કે નહીં. 

Tags :