Entertainment

'નેતાએ કહ્યું 5 સ્ટાર હોટલ બુક કરું છું, આવી જજે', અભિનેત્રીના ગંભીર આરોપ બાદ કોંગ્રેસના દિગ્ગજનું રાજીનામું

By GS TEAM
21 Aug 20252 mins read
TukuTouch Logo
Rini George harassment: મલયાલમ અભિનેત્રી રિની જ્યોર્જે આજે એક મોટો ખુલાસો કરીને સનસની ફેલાવી દીધી છે. અભિનેત્રીએ આરોપ લગાવ્યો છે કે, કેરળની એક મોટી પાર્ટીનો યુવા નેતા છેલ્લા ત્રણ વર્ષથી મને વાંધાજનક મેસેજ મોકલીને હેરાન કરી રહ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

'નેતાએ કહ્યું 5 સ્ટાર હોટલ બુક કરું છું, આવી જજે', અભિનેત્રીના ગંભીર આરોપ બાદ કોંગ્રેસના દિગ્ગજનું રાજીનામું

Rini George harassment: મલયાલમ અભિનેત્રી રિની જ્યોર્જે આજે એક મોટો ખુલાસો કરીને સનસની ફેલાવી દીધી છે. અભિનેત્રીએ આરોપ લગાવ્યો છે કે, કેરળની એક મોટી પાર્ટીનો યુવા નેતા છેલ્લા ત્રણ વર્ષથી મને વાંધાજનક મેસેજ મોકલીને હેરાન કરી રહ્યો હતો. 

ફાઈવ સ્ટાર હોટલમાં બોલાવતો હતો

અભિનેત્રીએ કહ્યું કે, 'તે યુવા નેતા મને એક ફાઈવ સ્ટાર હોટલમાં બોલાવી રહ્યો હતો.' તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે ઘણી ફરિયાદો કરવા છતાં પાર્ટીના અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી નથી.

ભાજપે કોંગ્રેસને ઘેરી

અભિનેત્રીએ આરોપીનું નામ કે તેની પાર્ટીનું નામ જણાવવાનો ઇનકાર કર્યો, પરંતુ કેરળમાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ધારાસભ્ય રાહુલ મનકૂટિલ પર આરોપ લગાવ્યો છે. ભાજપે પલક્કડ જિલ્લામાં મનકૂટિલની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન પણ કર્યું. આ ગંભીર આરોપ બાદ કોંગ્રેસના દિગ્ગજએ રાજીનામું આપી દીધું છે. 

અભિનેત્રીએ ઇન્ટરવ્યૂમાં આ આરોપ લગાવ્યા

અભિનેત્રીએ એક ઓનલાઇન ઇન્ટરવ્યૂમાં આ આરોપ લગાવ્યો હતો, જે હાલ વાઈરલ થઈ ગયો છે. રિનીએ દાવો કર્યો છે કે, 'હું સોશિયલ મીડિયા દ્વારા તે નેતાના સંપર્કમાં આવી હતી. તેમનું અનુચિત વર્તન ત્રણ વર્ષ પહેલાં શરૂ થયું હતું, જ્યારે મને પહેલી વાર તેમના તરફથી વાંધાજનક મેસેજ મળ્યા હતા.'

આ પણ વાંચો: રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ Jolly LLB 3, અક્ષય કુમાર અને અરશદ વારસીને કોર્ટનું સમન્સ

અભિનેત્રીએ એ જ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પર તેની ફરિયાદોને નજરઅંદાજ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ મામલે વધુમાં વાત કરતા અભિનેત્રીએ કહ્યું કે, 'મેં ચેતવણી આપી હોવા છતાં યુવા નેતાને પાર્ટીમાં મોટા પદ મળતા રહ્યા. જ્યારે મેં નેતાને ચેતવણી આપી કે હું પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓનો સંપર્ક કરીશ, ત્યારે તેણે મને કહ્યું કે મને કોઈ ફરક નથી પડતો, તારે જેને કહેવું હોય તેને કહી દે.'