Entertainment

મલાઈકાએ નવા બોયફ્રેન્ડ સાથે ઈટલીમાં વેલેન્ટાઈન વીક મનાવ્યું

By GS Team
22 Feb 20261 min read
મલાઈકાએ નવા બોયફ્રેન્ડ સાથે ઈટલીમાં વેલેન્ટાઈન વીક મનાવ્યું

- 19 વર્ષ નાના હર્ષ મહેતા સાથેની ઈમેજ વાયરલ

- મલાઈકાએ અગાઉ હર્ષ સાથે રિલેશનશિપનો ઈન્કાર કર્યો હતો પણ રોમાન્ટિક તસવીરોથી ફરી અટકળો

મુંબઈ: મલાઈકા અરોરાએ વેલેન્ટાઈન વીક ડાયમંડ મર્ચન્ટ હર્ષ મહેતા સાથે ઈટલિમાં વિતાવ્યું હોવાનું તેની નવી તસવીરો  પરથી સ્પષ્ટ થયું છે. મલાઈકા અને હર્ષ રિલેશનશિપમાં હોવાની અટકળો ફરી શરુ થઈ છે. 

અગાઉ મલાઈકા અને હર્ષ મુંબઈમાં એક કોન્સર્ટમાં સાથે દેખાયાં તે પછી બંનેની રિલેશનશિપની અટકળો શરુ થઈ હતી. જોકે, તે પછી એક વાતચીતમમાં મલાઈકાએ  હર્ષ સાથે રિલેશનશિપનો ઈન્કાર કર્યો હતો. તેણે કહ્યું હતું કે હું કોઈની પણ સાથે હરુ ફરું તે પરથી લોકો મારી સાથે તેનું નામ  જોડી દે છે પરંતુ દર વખતે કોઈ સાથે કોઈ પ્રસંગ માણવાનો મતલબ ગાઢ સંબંધ હોતો નથી. પરંતુ, હવે મલાઈકા અને હર્ષ રોમમાં  વેલેન્ટાઈન વીકમાં જ સાથે દેખાયાં છે અને બંનેની બેહદ રોમાન્ટિક પોઝ સાથેની તસવીરો  પણ વાયરલ થઈ ગઈ છે. 

હર્ષ મલાઈકા કરતાં ૧૯ વર્ષ નાનો હોવાનું કહેવાય છે. 

અગાઉ પણ મલાઈકા તેના કરતાં વયમાં બહુ નાના અર્જુન કપૂર સાથે વર્ષો સુધી રિલેશનશિપમાં રહી હતી. જોકે, મેરેજ બાબતે  કોઈ કમીટમેન્ટ ન થતાં છેવટે તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું.