'લોકા ચેપ્ટર 1' એ કરી કમાલ, 300 કરોડના ક્લબમાં સામેલ થનારી 2025ની છઠ્ઠી ફિલ્મ બની
Loka Chapter 1: 'લોકા - ચેપ્ટર 1' ચંદ્રા રિલીઝના પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 28 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મ દરરોજ રેકોર્ડ તોડી રહી છે. ભારતની સાથે, 'Loka Chapter 1' ચંદ્રા પણ વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર પ્રભુત્વ ધરાવે છે. હવે કલ્યાણી પ્રિયદર્શનની ફિલ્મે 300 કરોડ ક્લબનો ભાગ બની ગઈ છે.
આ પણ વાંચો: 60 કરોડ જમા કરાવો પછી જ વિદેશ જઈ શકશો...' શિલ્પા શેટ્ટીને હાઈકોર્ટનો મોટો ઝટકો
મીડિયા રિપોર્ટ પ્રમાણે 'લોકા - ચેપ્ટર 1' ચંદ્રા વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર 300 કરોડનો આંકડો પાર કરી દીધો છે. આ સાથે આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી મોટી મલયાલમ હિટ ફિલ્મ બની ગઈ છે. 'લોકા - ચેપ્ટર 1' ચંદ્રાએ દક્ષિણ ભારતની સૌથી મોટી મહિલા -પ્રમુખ ફિલ્મનો ખિતાબ પણ મેળવ્યો છે.
'લોકા - ચેપ્ટર 1' એ રચ્યો ઇતિહાસ
'લોકા - ચેપ્ટર 1' ચંદ્રા 300 કરોડ રૂપિયાનું કલેક્શન કરનારી પહેલી મલયાલમ ફિલ્મ બની છે. અગાઉ કોઈ મલયાલમ ફિલ્મે આટલી સિદ્ધિ મેળવી નથી. આ સાથે તે 2025 ની છઠ્ઠી ભારતીય ફિલ્મ બની છે જે 300 કરોડ ક્લબનો ભાગ બની ગઈ છે.
2025ની 300 કરોડની ફિલ્મો
- છાવા 808.7 કરોડ
- સૈયારા 575.8 કરોડ
- કૂલી 516.7 કરોડ
- વોર 2 360.7 કરોડ
- મહાવતાર નરસિમ્હા 326.1 કરોડ
- લોકા - ચેપ્ટર 1 300 કરોડ
લોકા - ચેપ્ટર 2 ની જાહેરાત
લોકા - ચેપ્ટર 2' ચંદ્રાનું નિર્માણ દુલ્કર સલમાન દ્વારા કરવામાં આવ્યું છે. આ એક મહિલા સુપરહીરો ફિલ્મ છે જેમાં કલ્યાણી પ્રિયદર્શન લીડ રોલમાં જોવા મળે છે. ડોમિનિક અરુણ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મનું બજેટ માત્ર ₹30 કરોડ છે. લોકા - ચેપ્ટર 1 ચંદ્રાની સફળતા બાદ નિર્માતાઓએ 'લોકા - ચેપ્ટર 2 ની સિક્વલની પણ જાહેરાત કરી છે. દુલ્કર સલમાને એક પોસ્ટર શેર કરીને આ માહિતી શેર કરી હતી.
લોકા - ચેપ્ટર 1 ની OTT રિલીઝ તારીખ
123 તેલુગુના રિપોર્ટ પ્રમાણે 'લોકા - ચેપ્ટર 1' આ મહિને OTT પર રિલીઝ થઈ શકે છે. આ ફિલ્મ 20 ઓક્ટોબરથી JioHostar પર સ્ટ્રીમ થઈ શકે છે.