For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ટાઇગર શ્રોફ સાથે રૂપેરી પડદે ક્રિતી સેનોન ફરી કામ કરતી જોવા મળશે

- આ ફિલ્મ માટે અન્ય એક અભિનેત્રીની શોધ પણ થઇ રહી છે

Updated: Feb 11th, 2021

Article Content Image

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 10 ફેબ્રુઆરી 2021, બુધવાર

ટાઇગર શ્રોફની આગામી ફિલ્મ ગણપત છે જેની ઘોષણા  થઇ ચુકી છે. ટાગિર પોતાના પાત્ર માટે અત્યારથી મહેનત કરી રહ્યો છે. આ ફિલ્મ મુંબઇના અંધારી આલમના ગુંડાઓ પર આધારિત છે, જેમાં ટાઇગર પિતાના મૃત્યુનો બદલો લેવાના પ્રયાસ કરે  છે. આ ફિલ્મમાં ક્રિતી સેનોનનું નામ ફાઇનલ થઇ ગયું છે અને હવે અન્ય એક અભિનેત્રીની શોધ થઇ રહી છે. 

ટાઇગર સાથેની આ ફિલ્મમાં ઇલિયાના ડ્રિક્રુઝ, સારા અલી ખાન, ક્રિતી સેનોનના નામ બોલાયા હતા જેમાંથી ક્રિતીને આ ફિલ્મ માટે પસંદ કરી લેવામાં આવી હોવાનું સૂત્રે જણાવ્યું હતું. જેની ઘોષણા જલદી જ કરવામાં આવશે તેવી પણ જાણકારી આપી હતી. 

દિગ્દર્શક વિકાસ બહલની આ ફિલ્મ માટે ઇલિયાના ડિક્રુઝ અને સારા એમ બન્ને અભિનેત્રીઓમાંથી સારા ને તક મળશે એમ લોકો વિચારી રહ્યા છે. 

ટાઇગર અને ક્રિતીએ આ પહેલા હીરોપંતીમાં સાથે કામ કર્યું છે. ટાઇગરની આ ડેબ્યુ ફિલ્મ બતી, જે હિટ રહી હતી. તેમજ દર્શકોને આ જોડી પસંદ પણ પડી હતી. આ પછી બન્નેને છેક હવે ફરી સાથે કામ કરવાની તક મળે છે. 

Gujarat