Entertainment

ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, ભારે ટ્રોલિંગ બાદ કંપનીએ જાહેર ખબર પાછી ખેંચી; રાજકારણ પણ ગરમાયું

By GS Team
26 Aug 20262 mins read
TukuTouch Logo
અભિનેત્રી કૃતિ સેનનના રક્ષાબંધન એડ વીડિયો પર કપડાંને લઈ વિવાદ થયો હતો. જ્વેલરી બ્રાન્ડની આ જાહેરાતમાં કૃતિના પોશાક સામે ભાજપ-કોંગ્રેસ સહિત વિવિધ વર્ગોએ વિરોધ કર્યો. કંપનીએ માફી માંગી, લાગણી દુભાવવાનો ઈરાદો ન હોવાનું જણાવી તમામ પ્લેટફોર્મ પરથી જાહેરાત પાછી ખેંચી લીધી.

Summarized by AI; it may make mistakes. Check important info

ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, ભારે ટ્રોલિંગ બાદ કંપનીએ જાહેર ખબર પાછી ખેંચી; રાજકારણ પણ ગરમાયું

Kriti Sanon Raksha Bandhan Ad Controversy: બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનનનો રક્ષાબંધનને લગતા જાહેર ખબરનો એક વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાયો છે. એક જાણીતી જ્વેલરી બ્રાન્ડ માટે શૂટ કરવામાં આવેલી આ ફેસ્ટિવ એડમાં કૃતિ સેનના કપડાં અંગે લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. આ મુદ્દા ભાજપ અને કોંગ્રેસે રાજકારણ પણ શરૂ કરી દીધું હતું. વિવિધ વર્ગો દ્વારા ઉગ્ર વિરોધ બાદ કંપનીએ સત્તાવાર નિવેદન આપીને તમામ ડિજિટલ અને મીડિયા પ્લેટફોર્મ પરથી આ વિજ્ઞાપન સંપૂર્ણપણે પાછું ખેંચી લીધું છે.

કંપનીની સ્પષ્ટતા: લાગણી દુભાવવાનો હેતુ નહોતો

આ વિવાદ વકરતાં કંપની પ્રશાસને એક સત્તાવાર સ્પષ્ટતા આપતાં જણાવ્યું કે, અમે ભારતીય સંસ્કૃતિ, સનાતન પરંપરા અને પવિત્ર તહેવારોનું પૂર્ણ સન્માન કરીએ છીએ. એક સંસ્થા તરીકે અમે હંમેશાં સમગ્ર પરિવાર સાથે ઉત્સાહપૂર્વક તહેવારોની ઉજવણીમાં માનીએ છીએ. આ કેમ્પેઇન દ્વારા અમે પરિવારના હિસ્સા સમાન પાલતુ પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જો અમારા આ પ્રયાસથી સમાજના કોઈ પણ વર્ગની લાગણી દુભાઈ હોય તો તે અમારો ઈરાદો ક્યારેય નહોતો. સૌની ભાવનાઓનું માન રાખીને અમે તમામ મીડિયા માધ્યમો પરથી આ જાહેરાત તાત્કાલિક અસરથી પાછી ખેંચી રહ્યા છીએ.

પોશાક અને કન્સેપ્ટ સામે કેમ થયો વિરોધ?

આ જાહેરાતમાં કૃતિ સેનન ઓફ-વ્હાઇટ કલરના બ્રાલેટ-સ્ટાઇલ બ્લાઉઝ, ડ્રેપ્ડ સ્કર્ટમાં જોવા મળી હતી. વીડિયો સામે આવતાં જ યુઝર્સે સોશિયલ મીડિયા પર ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું કે ભાઈ-બહેનના પવિત્ર તહેવાર માટે આવો પોશાક ભારતીય સંસ્કૃતિ અને મર્યાદાને અનુરૂપ નથી. અભિનેત્રી કંગના રણૌતે પણ સોશિયલ મીડિયા પર નામ લીધા વગર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, મહિલાઓને પોતાની પસંદગીના કપડાં પહેરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે, પરંતુ ભારતીય તહેવારો અને સંસ્કૃતિ સાથે જોડાયેલા કેમ્પેઇનમાં યોગ્ય ગરિમા અને મર્યાદાનું ધ્યાન રાખવું અનિવાર્ય છે.

ટ્રોલિંગ સામે કૃતિ સેનનનો જડબાતોડ જવાબ

બીજી તરફ, પોતાની સામે થઈ રહેલી ટીકાઓનો જવાબ આપતાં કૃતિ સેનને કહ્યું હતું કે, કોઈપણ મહિલાના કપડાંથી તેના મનમાં રહેલા સંસ્કૃતિ પ્રત્યેના આદરનું મૂલ્યાંકન ન કરી શકાય. તહેવારોની સાચી ભાવના બાહ્ય પોશાકમાં નહીં, પરંતુ અંતરની લાગણી અને પરંપરામાં રહેલી છે. રક્ષાબંધન રક્ષણ, સ્નેહ અને સમર્પણનું પ્રતીક છે. હું મારી બહેનને પણ રાખડી બાંધું છું અને અમે એકબીજાની સુરક્ષા તથા દીર્ઘાયુની પ્રાર્થના કરીએ છીએ.

રાહુલ ગાંધીએ પણ કૃતિ સેનનને ટેકો આપ્યો હતો

સમગ્ર વિવાદ મામલે કોંગ્રેસ નેતા અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ઈન્સ્ટાગ્રામ પર કહ્યું હતું, કે એક સ્ત્રી શું પહેરે છે, તે શું કરે છે અને તે ક્યાં જાય છે - તે તેની પોતાની પસંદગી છે. મહિલાઓ તેમની સ્વતંત્રતાનો ઉપયોગ કરે ત્યારે તેમને ટ્રોલ કરવાનું બંધ કરો.

રાહુલ ગાંધીએ પોતાની આ પોસ્ટ સાથે #SmashThePatriarchy હેશટેગનો ઉપયોગ કર્યો હતો.