Get The App

રાજકુમાર રાવની ફિલ્મમાં કીર્તિ સુરેશની એન્ટ્રી

Updated: Mar 15th, 2026

GS TEAM

Google News
Google News
રાજકુમાર રાવની ફિલ્મમાં કીર્તિ સુરેશની એન્ટ્રી 1 - image

- ફિલ્મ રફતારમાં આ જોડી પ્રથમ વખત સાથે જોવા મળશે

મુંબઇ : રાજકુમાર રાવ અને કીર્તિ સુરેશની જોડી પ્રથમ વખત રૂપેરી પડદે સાથે જોવા મળશે. બન્ને સાથે કામ કરવાના છે તેવી અફવા ઘણા સમયથી હતી. હવે ૧૪ માર્ચના રોજ ફિલ્મની ટાઇટલ અને રિલીઝની ઘોષણા કરી દેવામાં આવી છે. પહેલા આ ફિલ્મનું શીર્ષક શિક્ષક રાખવામાં આવ્યું હતું.પરંતુ પછીથી બદલીને રફતાર કરવામાં આવ્યું હતું.ફિલ્મનું દિગ્દર્શન આદિત્ય લિંબાલકર કરશે. ફિલ્મનું નિર્માણ રાજકુમાર રાવની પત્ની પત્રલેખાના બેનર કમ્પા ફિલ્મસના હેઠળ કરવામાં આવશે. હાલમાં જ તેનું પ્રથમ પોસ્ટર શેરકરવામાં આવ્યું હતું. રફતાર ૨૪ જુલાઇના રોજ થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશ.ે 

ફિલ્મ રફતારમાં રાજકુમાર રાવ, કીર્તિ સુરેશ ઉપરાંત અનુરાગ ઠાકુર, રોહન વર્મા, રજત કપૂર અને તાન્યા માનિકતલા જેવા કલાકારો મહત્વના રોલમાં જોવા મળશે.