Entertainment

'હું ફેન હતી, તે સ્ટાર...', કેટરિના કેફથી ઓટોગ્રાફ લેતા વીડિયોને લઈને ટ્રોલ થતા ઝરીન ખાને આપ્યો જવાબ

By GS TEAM
17 Jul 20252 mins read
TukuTouch Logo
એકટ્રસ ઝરીન ખાને સલમાન ખાનની ફિલ્મ 'વીર'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જ્યારે તેણે કારકિર્દીની શરૂઆત કરી તો તે સમયે તેની તુલના કેટરિના સાથે કરવામાં આવતી હતી. શરૂઆતમાં ઝરીન તેને પોઝિટિવ રીતે લેતી હતી, પછીથી તેણે તેના પરિણામો ભોગવાનો વારો આવ્યો, તેણે ફિલ્મમો કામ મળવાનું બંધ થઈ ગયું. તેની એક ઇમેજ બની ગઈ હતી કે તે કેટરિના જેવી દેખાય છે. ઝરીન અને કેટરિનાથી જોડાયેલી એક જૂની સ્ટોરી પણ છે, જેના વિશે હવે અભિનેત્રીએ વીડિયો શેર કરી વાત કરી છે, જેમા તે કેટરિના પાસે ઑટોગ્રાફ લેતી જોવા મળી રહી છે. તેણે એ વીડિયો શેર કરી ટ્રોલર્સને જવાબ આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'હું ફેન હતી, તે સ્ટાર...', કેટરિના કેફથી ઓટોગ્રાફ લેતા વીડિયોને લઈને ટ્રોલ થતા ઝરીન ખાને આપ્યો જવાબ
Image source: Instagram/zareenkhan
Zareen Khan On Katrina Kaif: એકટ્રસ ઝરીન ખાને સલમાન ખાનની ફિલ્મ 'વીર'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જ્યારે તેણે કારકિર્દીની શરૂઆત કરી તો તે સમયે તેની તુલના કેટરિના સાથે કરવામાં આવતી હતી. શરૂઆતમાં ઝરીન તેને પોઝિટિવ રીતે લેતી હતી, પછીથી તેને તેના પરિણામો ભોગવાનો વારો આવ્યો, તેને ફિલ્મમો કામ મળવાનું બંધ થઈ ગયું. તેની એક ઇમેજ બની ગઈ હતી કે તે કેટરિના જેવી દેખાય છે. ઝરીન અને કેટરિનાથી જોડાયેલી એક જૂની સ્ટોરી પણ છે, જેના વિશે હવે અભિનેત્રીએ વીડિયો શેર કરીને વાત કરી છે, જેમાં તે કેટરિના પાસે ઑટોગ્રાફ લેતી જોવા મળી રહી છે. જેમાં તેણે એ વીડિયો શેર કરી ટ્રોલર્સને જવાબ આપ્યો છે. 

ઝરીન ખાને હાલમાં જ એક ઈન્ટરવ્યૂ તેના કારકિર્દીથી લઈને કેટરિના સાથેની તુલના સુધીની વાતો કરી હતી. એ જ રીતે તેણે એક વીડિયો વિશે પણ ઉલ્લેખ કર્યો હતો જેના પર ઝરીનને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો. આ વીડિયોને અભિનેત્રીએ હાલમાં જ શેર કર્યો હતો, જેમાં તે કેટરિનાનો ઓટોગ્રાફ લેતી જોવા મળે છે. વીડિયોમાં કેટરિના ખૂબ શાંત દેખાઈ રહી છે, જેને જોઈ ટ્રોલર્સે એવી કોમેન્ટ કરી કે કદાચ કેટરિનાથી તેણે ઈર્ષ્યા થઈ રહી છે. 

આ પણ વાંચો : વિજય દેવરકોંડાની તબિયત અચાનક લથડી, હોસ્પિટલમાં કરાયો દાખલ, પરિવાર-ફેન્સ ચિંતામાં મૂકાયા

ઝરીને ટ્રોલર્સને જવાબ આપતો વીડિયો શેર કર્યો અને કહ્યું કે, 'હું એ વીડિયોમાં મૂર્ખની જેમ હસી રહી હતી. એ તો મેં એ સમયે જોયું પણ નહોતું કે તેનો ચહેરો કેવો દેખાઈ રહ્યો છે, હવે લોકો પોઈન્ટ આઉટ કરી રહ્યા છે. એ મારા માટે ખૂબ જ ખાસ ક્ષણ હતી. કારણ કે ઘણા લોકોએ કેટરિનાને ટ્રોલ કરી હતી, પણ તે વીડિયોમાં તો મને પણ ટ્રોલ કરવા આવી છે, કેટલા લોકોએ મને એવું કહ્યું કે હું કેટરિનાને નેગેટિવ દેખાડવા ઈચ્છું છું. એટલે હું આ વીડિયોને શેર કરીને કહેવા ઈચ્છુ છું કે હું એવી વ્યક્તિ નથી અને મારો કોઈ એવો ઈરાદો પણ નથી. જો એવું હોત, તો કદાચ આજે હું ક્યાંક બીજે હોત.'

ઝરીને કહ્યું કે, 'એ સમયે 'રેસ' ફિલ્મનું પ્રીમિયર હતું. મનમાં પચાસ બાબતો ચાલી રહી હશે. શક્ય છે કે તેણે તે સમયે અને 50 ઑટોગ્રાફ સાઇન કર્યા હશે. આજે જ્યારે હું એક્ટ્રેસ બની ગઈ છું, તો મને સમજાય છે કે ઘણીવાર પોતાના પર્સનલ ઇશ્યૂઝ થઈ જાય છે. તમારો મૂડ સારો નથી હોતો તો એનો અર્થ એ નથી કે જે ફેન તમારી પાસે આવ્યો છે તેનાથી તમને કોઈ સમસ્યા છે. મને કંઈક નેગેટિવ નથી લાગતું. એ મારા માટે સૌથી સરસ અને યાદગાર ક્ષણ હતો.'