વિજય દેવરકોંડાની તબિયત અચાનક લથડી, હોસ્પિટલમાં કરાયો દાખલ, પરિવાર-ફેન્સ ચિંતામાં મૂકાયા
IMAGE SOURCE: IANS
Vijay Deverakonda Hospitalised: સાઉથના સુપરસ્ટાર વિજય દેવરાકોંડાને લઇ એક મોટા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, વિજયને ડેન્ગ્યુ થયો છે, જેને લઈને હાલમાં તે હોસ્પિટલમાં દાખલ છે અને ડોક્ટર્સ તેમની સારવાર કરી રહ્યા છે. એવા સમાચાર છે કે હોસ્પિટલમાં તેનો આખો પરિવાર પણ હાજર છે અને તેની સંભાળ રાખી રહ્યા છે.
આ પણ વાંચો: જ્યારે સુશાંત સિંહ રાજપૂતે જણાવી હતી પોતાના જીવનની ત્રણ મોટી ભૂલો, એક્ટરનો જૂનો વીડિયો વાઇરલ
વિજયની તબિયત ખરાબ
વિજયની સાથે હોસ્પિટલમાં તેમના ચાહકો પણ હાજર છે. તેના ચાહકો ખૂબ ચિંતામાં છે, ચાહકોને આશા છે કે તે સારવાર બાદ જલદી સાજો થઈ ઘરે પાછો ફરશે.
વિજય 'ડોન 3'માં નજર આવી શકે છે
વિજય ‘ડોન 3’માં નજર આવી શકે છે. પહેલાં એવી ચર્ચા થઈ હતી કે વિક્રાંત મેસી આ ફિલ્મમાં એક મહત્ત્વપૂર્ણ પાત્રમાં જોવા મળશે, પરંતુ હવે એવી ચર્ચા થઈ રહી છે કે વિજય આ ફિલ્મમાં વિક્રાંતને રોલથી રિપ્લેસ કરી શકે છે. આ બાબતે હજી સુધી વિક્રાંત કે વિજય દ્વારા કોઈ સ્પષ્ટતા સામે આવી નથી. આ ફિલ્મના દિગ્દર્શક ફરહાન અખ્તર છે. અને તેણે પણ આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.