આ મૂવી જોઇને રડી પડ્યાં કર્ણાટકના મુખ્યમંત્રી, કારણ આવ્યું સામે....


નવી દિલ્હી, તા. 14 જૂન 2022, મંગળવાર

અભિનેતા રક્ષિત શેટ્ટીની કન્નડ ફિલ્મ 777 ચાર્લી 10 જૂને થિયેટરમાં રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મને દર્શકોનો સારો પ્રેમ મળી રહ્યો છે, ત્યારે ફિલ્મ રિલીઝના પ્રથમ દિવસે જ 777 ચાર્લી ટ્રેન્ડ પણ કરી રહ્યું હતુ, જેમાં ફિલ્મને લઇને દર્શકો પોતાનો પ્રેમ અને રિવ્યુ જણાવી રહ્યાં હતા.

કર્ણાટકમાં આ ફિલ્મની સ્ક્રિનિંગ ચાલી રહી હતી, તે દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્બઇ (Basavaraj Bommai) થિયેટરમાં રડવા લાગ્યા હતા. બસવરાજ એનિમલ લવર પણ છેરડવાનુ કારણ જણાવતા બસવરાજ બોમ્બઇએ જણાવ્યુ હતુ કે, આ ફિલ્મે તેમને પોતાના પાલતુ ડોગી સ્નૂબી (Snooby)ની યાદ અપાવી દીધી હતી.


મહત્વનું છે કે, મુખ્યમંત્રીના પાલતુ ડોગનુ ગયા વર્ષે જ જુલાઇમાં નિધન થઇ ગયુ હતુ. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.  તેમના ડોગનું નામ snooby હતુ, જે બાદ પણ થોડા મહિનાઓ પછી એક સાક્ષાત્કાર દરમિયાન પણ ઘણા ભાવુક થઇ ગયા હતા અને રડવા લાગ્યા હતા.

ફિલ્મ ચાર્લીની વાત કરીએ તો આ ફિલ્મમાં એક માણસ અને ડોગ વચ્ચેની લાગણી અને પ્રેમને દર્શાવવામાં આવ્યો છે. આ ફિલ્મને જોયા બાદ જ કર્ણાટકના સીએમ રડવા લાગ્યા હતા. આ ફિલ્મ તેમને ખૂબ જ પસંદ આવી હતી.

આ પણ વાંચો:  777 Charlie movie review: કળયુગના ‘ધર્મરાજ’ની આ ફિલ્મ માત્ર એક ફિલ્મ નહી પરંતૂ લાગણી છે


City News

Sports

RECENT NEWS