777 Charlie movie review: કળયુગના ‘ધર્મરાજ’ની આ ફિલ્મ માત્ર એક ફિલ્મ નહી પરંતૂ લાગણી છે

 


અમદાવાદ, તા. 10 જૂન 2022, શુક્રવાર

ફિલ્મ: 777 ચાર્લી

ડાયરેક્ટર: કિરણરાજ કે  

કાસ્ટ: રક્ષિત શેટ્ટી, સંગીતા શ્રૃગેંરી, રાજ બી શેટ્ટી, દાનિશ સૈત, બોબી સિન્હા, ડોગ- ચાર્લી

ડૉગને મનુષ્ય જાતિનો એક સારો મિત્ર માનવામાં આવ્યો છે, અને ફક્ત માનવામાં જ નહી દરેક ડોગ પોતાને પોતાની માલિક પ્રત્યેની વફાદારી અને પ્રેમ સાબિત કરતો હોય છે, એક કહેવત છે કે, જો તમે માણસને 100 દિવસ સુધી ભોજન આપશોને તો પણ એ માણસ કે વ્યક્તિ તમને ભૂલી જશે પણ જો એક ડોગને 1 વાર જો તમે કંઇક થોડુ ભોજન આપી દોને તો, એ ડોગ તમને આખી જીંદગી યાદ રાખશે.


થોડા સમયથી ચર્ચામાં આવેલી એક ફિલ્મ 777 ચાર્લી જેમાં એક પાલતુ શ્વાનની કહાની છે. આ ફિલ્મ હાલ ટ્વીટર પર ટ્રેન્ડિંગ કરી રહી છે. તમને થશે કે, જ્યાં એક તરફ હોલિવુડની જુરાસિક પાર્ક,ભુલભુલૈયા અને બીજી ઘણી હિન્દી ફિલ્મો રિલીઝ થઇ છે તો આ ફિલ્મ જોવા કેમ જવુ? આ ફિલ્મમાં તો ના કોઇ હિરો છે ના હિરોઇન...ના કોઇ લવ સ્ટોરી છતાં દર્શકોને ટ્રેલર જોયા બાદ તમે મને બધાને આ ફિલ્મ પોતાના તરફ આકર્ષિ રહી છે.

શ્વાનને લઇને તેરી મહેરબાનિયા સૌથી ચર્ચામાં રહી હતી. એક કુતરા અને તેના માલિક પ્રત્યેના પ્રેમની આ ફિલ્મ જોઇને પણ દર્શકોને આજે પણ આંખમાંથી આંસુ આવી જાય છે. આ સિવાય મેરા રક્ષક, હાથી મેરે સાથી, જેવી ફિલ્મો પણ દર્શકોએ નિહાળી છે, જે આજે પણ આંખોને જોવી ગમે છે કારણ કે તેમાં લાગણી રહેલી છે. એક માણસ અને કુતરા વચ્ચેની લાગણી અને પ્રેમ દર્શાવતી આવી જ એક ફિલ્મ કિરણ રાજ કે લઇને આવ્યા છે.


ફિલ્મની સ્ટોરી

ફિલ્મ ચાર્લીમાં હિરો અને ડોગ વચ્ચેની લાગણી તમને સ્ર્કિન પર જોવા મળશે, ફિલ્મના હિરોને જોઇને તમને કબીર સિંહની યાદ આવી જાય, કારણ કે દારુ અને પોતાની જોબ સિવાય હિરો પાસે કંઇ કામ નથી હોતુ, તેના જીવનમાં કોઇ ઘટનાને કારણે તે પોતાની લાઇફ આ રીતે જીવતો હોય છે.


સોસાયટીના લોકો પણ તેને ધિક્કારતા હોય છે, પણ પોતાની એક અસગ સ્ટોરી સાથે ચાર્લી જે એક ડોગ છે તેની એન્ટ્રી થાય છે, તેના આવ્યા બાદ ધર્મા એ ડોગને પોતાનાથી દુર કરવાના લાખ પ્રયત્નો કરે છે, પણ ડોગને તો અહી જ રહેવુ હોય છે. જ્યાંથી શરુ થાય છે ધર્મા અને ડોગની આ સુંદર ઇમોશનલ સ્ટોરી....


જે બાદ ડોગને મળે છે તેનુ નામ ચાર્લી 777...

ચાર્લી અને ધર્માની આ યાત્રા કર્ણાટકથી હિમાચલ સુધી પહોંચી જાય છે...આગળ શું થાય છે કતે જોવા માટે તમારે ફિલ્મ જોવી પડે..


ફિલ્મ રિવ્યુ

ચાર્લી 777 એક એવી ફિલ્મ છે જે દરેક વ્યક્તિ જોવા માંગશે,આજના સમયમાં જ્યાં માણસ માણસ વચ્ચે પણ પ્રેમ કે લાગણી જેવુ કંઇ રહ્યું નથી. બસ બદલાની ભાવના સાથે લોકો જીવે છે, ત્યાં આવી ફિલ્મ તમને ઇમોશનલ કરી શકે છે. લોકડાઉનથી આપણે એ પણ જોતા આવ્યા છીએ કે, સોસાયટીના શ્વાન હોય કે પાલતુ ડોગ લોકો ડોગ સાથે ક્રુરતા કરતા જોવા મળી રહ્યાં છે, જ્યાં ત્યાં ડોગને મારી નાંખવાની ઘટનાઓ સામે આવી રહી છે, જે માણસની માણસાઇ ખત્મ કરી રહી છે. તેથી જ એક રિવ્યુ આપનાર યુઝરે પણ ટ્વીટ કરીને ફિલ્મનો રિવ્યુ જણાવ્યો હતો.

If you're a dog lover, watch 777 Charlie. If you're not a dog lover, watch 777 Charlie.


ફિલ્મની સ્ટોરી એટલી ઇમોશનલ છે કે તમને યાદ રહી જશે, ફિલ્મમાં બનતી નાની નાની ઘટનાઓ પણ તમને ઇમોશનલ કરી દેશે. ફિ્લ્મની લેન્થ થોડી લાંબી છે, પણ જે કંઇ પણ ફિલ્મમાં બતાવાયુ છે તે ફિલ્મને બોર નથી કરતુ. આ ફિલ્મને જોઇે એમ લાગતુ નથી કે, કિરણરાજની આ બીજી ફિલ્મ છે, શોટ, ડિવિઝન, કેમરા પ્લાસિંગ  અને મૂવમેન્ટ કમાલનું છે.આ ફિલ્મ ડોગ સાથે જોડાયેલા એવા મુદ્દાને ઉજાગર કરે છે જેના પર સામાન્ય રીતે માણસોનું  ધ્યાન નથી જતુ.


ફિલ્મ ટ્રેલર


City News

Sports

RECENT NEWS