કરીના કપૂર ત્રીજી વખત પ્રેગ્નન્ટ હોવાની ચર્ચા: જિમ વીડિયો વાયરલ થયા બાદ સત્ય આવ્યું સામે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kareena Debunks Third Pregnancy Rumours: બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાનનો જિમ બહારનો એક તાજેતરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ તે ત્રીજી વખત પ્રેગ્નન્ટ હોવાની અફવાઓ તેજ બની હતી. જોકે, આ સમગ્ર મામલે હવે સત્ય સામે આવી ગયું છે અને પ્રેગ્નન્સીના આ સમાચારો માત્ર અફવા હોવાનું સ્પષ્ટ થયું છે.
જિમ બહારના વીડિયોથી શરૂ થઈ ચર્ચાઓ
કરીના કપૂર અને તેના પતિ સૈફ અલી ખાન તાજેતરમાં જ બાળકો સાથે બીચ હોલિડે મનાવીને મુંબઈ પરત ફર્યા છે. મુંબઈ પરત આવ્યા બાદ કરીનાનો વર્કઆઉટ સેશન પછી જિમમાંથી બહાર નીકળતો એક નાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો.
આ વીડિયોમાં કરીના જિમના લૂકમાં પોતાની ટીમ સાથે કાર તરફ જતી જોવા મળી હતી. આ દરમિયાન ફોટોગ્રાફર્સથી બચાવવા માટે તેની ટીમના એક સભ્યએ તેના પર છત્રી પણ ધરી હતી. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે દાવો કર્યો હતો કે કરીનાનો નાનો બેબી બમ્પ દેખાઈ રહ્યો છે, જેના કારણે સૈફ અને કરીના પોતાના ત્રીજા સંતાનની અપેક્ષા રાખી રહ્યા હોવાની અટકળો શરૂ થઈ ગઈ હતી.
કરીનાની નજીકના સૂત્રએ અફવાઓ ફગાવી
આ અફવાઓ ફેલાયા બાદ કરીના કપૂરની નજીકના એક સૂત્રએ આ તમામ દાવાઓને સદંતર નકારી કાઢ્યા છે. સૂત્રએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે,
"કરીના પ્રેગ્નન્ટ નથી અને આ વાતોમાં કોઈ તથ્ય નથી, આ માત્ર એક ખોટી અફવા છે."
ફેમિલી પ્લાનિંગ પર અગાઉ કરીનાએ શું કહ્યું હતું?
કરીના કપૂરે અગાઉ એક ઈન્ટરવ્યુમાં પણ સ્પષ્ટ કરી દીધું હતું કે તે હવે વધુ બાળકો ઈચ્છતી નથી. એક ઇન્ટરવ્યુમાં કરીનાએ મજાકીય અંદાજમાં કહ્યું હતું કે,
"સૈફે દરેક દાયકામાં એક બાળક મેળવ્યું છે - પોતાના 20s, 30s, 40s અને હવે 50sમાં. મેં તેમને કહી દીધું છે કે તમારી 60sમાં આવું કંઈ નહીં થાય. મને લાગે છે કે સૈફ જેવા ખુલ્લા મનના વ્યક્તિ જ જીવનના અલગ-અલગ તબક્કે 4 બાળકોના પિતા બની શકે છે."
કરીનાએ વધુમાં જણાવ્યું હતું કે સૈફ પોતાના તમામ બાળકોને પૂરતો સમય આપે છે અને જેહના આવ્યા પછી તેઓ બંને વર્ક-લાઈફ બેલેન્સ જાળવી રહ્યા છે. બંને વચ્ચે એવી સમજૂતી છે કે જ્યારે સૈફ શૂટિંગ કરતો હોય ત્યારે કરીના પ્રોજેક્ટ ન લે અને કરીના કામ કરતી હોય ત્યારે સૈફ ઘરે ધ્યાન રાખે.
ઉલ્લેખનીય છે કે કરીના અને સૈફને બે પુત્રો તૈમૂર અલી ખાન અને જહાંગીર અલી ખાન છે. આ ઉપરાંત, સૈફને તેની અગાઉની પત્ની અમૃતા સિંહથી બે મોટા બાળકો સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન પણ છે.









