કરીના સંજય લીલા ભણશાળીને મળવા પહોંચી : બંને વચ્ચેની અંટસ દૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- કરીનાએ 25 વર્ષ જુની દુશ્મની છોડી
- કરીના કપૂર ખાન સંજયની ફિલ્મમાં ધનુષની હિરોઇન તરીકે કામ કરવાની હોવાની અટકળો
મુંબઈ : મંગળવારે કરીના કપૂર ખાન સંજય લીલા ભણશાળીના ઘરમાં આવેલી તેની ઓફિસમાં જતી હોય તેવા વીડિયો ે વાઇરલ બનતાં બંને વચ્ચેની પચીસ વર્ષ જુની દુશ્મની પુરી થઇ રહી હોવાની અટકળો તેજ બની છે.
સામાન્ય રીતે પાપારાઝીને પોઝ આપવા માટે જાણીતી કરીના આ વખતે તસવીરકારો માટે અટક્યા વિના જ રવાના થઇ ગઇ હતી. એક અટકળ અનુસાર સંજય લીલા ભણશાળીની ધનુષ સાથેની આગામી ફિલ્મમાં હિરોઇન તરીકે કામ કરવા કરીનાએ સંજય લીલા ભણશાળીનો સંપર્ક કર્યો છે.
૨૦૦૦ની શરૂઆતમાં 'દેવદાસ' ફિલ્મ માટે કરીનાનો સંપર્ક પારોની ભૂમિકા માટે સંજય લીલા ભણશાળીએ કરી તેનો સ્ક્રિન ટેસ્ટ લઇ તેને સાઇનિંગ એમાઉન્ટ પણ આપી દીધી હતી. પણ આ ભૂમિકા આખરે ઐશ્વર્યા રાયને ફાળે ગઇ હતી અને નવીસવી કરીના કપૂર લટકી પડી હતી. કરીનાએ એ વખતે આ છેતરપિંડી કરનારા સંજય લીલા ભણશાળી સાથે કદી કામ નહીં કરે તેમ જણાવ્યું હતું. જોકે , એક ટોક શોમાં કરીનાએ તેમની વચ્ચે સુલેહ થવાનો સંકેત આપ્યો હતો.
કરીનાએ સંજય લીલા ભણશાળીને મળવા ગઇ તે બાબત દર્શાવે છે કે તેમની વચ્ચે સંબંધોના સમીકરણો બદલાઇ રહ્યાં છે.




