Entertainment

કપિલ શર્માને MNSની ચેતવણી: શૉમાં આવતા સેલેબ્સ મુંબઈનું ખોટું નામ બોલતા હોવાથી વિવાદ

By GS TEAM
11 Sep 20252 mins read
TukuTouch Logo
કોમેડિયન કપિલ શર્માને ધમકી મળી છે. હાલમાં જ એવા સમાચાર સામે આવ્યા છે કે, MNS એટલે કે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનામાં નેતાએ મુંબઈને બોમ્બે કહેવા પર વાંધો ઉઠાવ્યો છે. જોકે, આ અંગે કોમેડિયન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર આવી ચેતવણી આપવામાં આવી છે. આ ઘટનાક્રમ એવા સમયે થયો છે, જ્યારે થોડા સમય પહેલા કેનેડામાં શર્માના કાફે પર હુમલો થયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

કપિલ શર્માને MNSની ચેતવણી: શૉમાં આવતા સેલેબ્સ મુંબઈનું ખોટું નામ બોલતા હોવાથી વિવાદ
Image instagram

Kapil Sharma Mumbai controversy: કોમેડિયન કપિલ શર્માને ધમકી મળી છે. હાલમાં જ એવા સમાચાર સામે આવ્યા છે કે, MNS એટલે કે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનામાં નેતાએ મુંબઈને બોમ્બે કહેવા પર વાંધો ઉઠાવ્યો છે. જોકે, આ અંગે કોમેડિયન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર આવી ચેતવણી આપવામાં આવી છે. આ ઘટનાક્રમ એવા સમયે થયો છે, જ્યારે થોડા સમય પહેલા કેનેડામાં શર્માના કાફે પર હુમલો થયો હતો. 

આ પણ વાંચો: 'મેં પહેલા જ શરત રાખી...' જાસ્મીન ભસીન સાથે લિવ ઈન અંગે અલી ગોનીએ તોડ્યું મૌન

'મુંબઈનું નામ બદલાયાને 3 દાયકા વીતી ગયા છે'

મનસે નેતા અમય ખોપકરે કહ્યું કે, મુંબઈનું નામ બદલાયાને 3 દાયકા વીતી ગયા છે. બોમ્બેનું સત્તાવાર નામ બદલીને મુંબઈ રાખ્યાને 30 વર્ષ વીતી ગયા હોવા છતાં બોલિવૂડના કપિલ શર્મા શો દિલ્હીના રાજ્યસભા સાંસદો, શો એન્કરો અને ઘણી હિન્દી ફિલ્મોમાં હજુ પણ બોમ્બે શબ્દનો ઉપયોગ થઈ રહ્યો છે.'

આ પણ વાંચો: ઉદિત નારાયણના દીકરાએ નેપોટિઝમ અંગે મૌન તોડ્યું, કહ્યું - 'અમે પણ મહેનત કરી છે અને...'

1995 રાજ્યે અને 1996માં  કેન્દ્ર સરકારે તેને માન્યતા આપી હતી

તેમણે વધુમાં કહ્યું કે, 'ચેન્નાઈ, બેંગ્લોર અને કોલકાતા પહેલા મહારાષ્ટ્ર સરકારે 1995માં અને 1996માં કેન્દ્ર સરકારે તેને માન્યતા આપી હતી. જેથી કરીને વિંનતી સાથે ચેતવણી આપવામાં આવી કે, મુંબઈનું નામનો ઉપયોગ કરે. તેમાં પણ ખાસ વાત એ છે કે MNS મુંબઈને બોમ્બે કહેવાનો મુદ્દો ઘણી વખત ઉઠાવી રહી છે.