ઉદિત નારાયણના દીકરાએ નેપોટિઝમ અંગે મૌન તોડ્યું, કહ્યું - 'અમે પણ મહેનત કરી છે અને...'
Image Source: Twitter
Aditya Narayan On Nepotism : હાલમાં 'રાઈઝ એન્ડ ફોલ' શો ખૂબ ચર્ચામાં છે. ઘણા સેલેબ્સ આ શો માં પાર્ટિસિપેટ કરવા માટે ગયા છે, જેમાં ઉદિત નારાયણનો દીકરો આદિત્ય નારાયણ પણ સામેલ છે. આ શો કેટલાક કન્ટેસ્ટેન્ટના ચોંકાવનારા નિવેદનો અને કેટલાક ઝઘડાઓને કારણે ખૂબ ચર્ચામાં આવી રહ્યો છે. હવે તાજેતરના એક એપિસોડમાં આદિત્ય નારાયણે નેપોટિઝમ અંગે મૌન તોડ્યું છે. આદિત્ય કહે છે કે મેં ખૂબ મહેનત કરી છે.
શું બોલ્યો આદિત્ય નારાયણ
વાસ્તવમાં આ શોનો કન્ટેસ્ટેન્ટ ભોજપુરી સ્ટાર પવન સિંહ કહે છે કે જ્યારે તમારા પિતા સુપરસ્ટાર હોય છે, તો તેની પણ કેટલીક સમસ્યાઓ અથવા પ્રેશર હોય છે. આના પર આદિત્ય કહે છે કે, જુઓ નેપોટિઝમ બધા સાથે નથી ચાલતું. તેના પણ લેવલ હોય છે. અમે પણ સખત મહેનત કરી છે, કરી રહ્યા છીએ અને કરતા રહીશું. અમારું પહેલું ગીત જે હિટ થયું હતું, રામજી કી ચલ દેખો, ફિલ્મ રામલીલાનું હતું. તે ખૂબ જ ચાલ્યુ અને હવે એવું લાગે છે કે આ તો હજુ શરૂઆત છે.
પેન્ટહાઉસના કન્ટેસ્ટેન્ટ વચ્ચે યુનિટી અંગે શું બોલ્યો આદિત્ય નારાયણ
આદિત્ય આગળ પેન્ટહાઉસના કન્ટેસ્ટેન્ટ વચ્ચે યુનિટી અંગે વાત કરે છે. તે કહે છે, મારા હિસાબે બધા ખોટા જઈ રહ્યા છે, અરબાઝ સહીત હું, ધનશ્રી, બધા અને આજે નોમિનેશન દરમિયાન બધું સ્પષ્ટ દેખાય રહ્યું છે. ઘણા મુદ્દાઓ ઉકેલવા પડશે અને આ માટે આપણે બેસીને વાત કરવી પડશે જેથી આપણી યુનિટી બની રહે.
આ પણ વાંચો: 'મેચ થવા દો, અમે રોક નહીં લગાવીએ', SCએ ભારત-પાકિસ્તાન મેચ રદ કરવાની માંગ કરતી અરજી ફગાવી
રાઈઝ એન્ડ ફોલ શો
શો રાઈઝ એન્ડ ફોલની વાત કરીએ તો તેમાં સોસાયટીના બે ભાગ વિશે જણાવવામાં આવશે. એક ગ્રુપમાં વર્કર્સ હશે અને બીજા ગ્રુપમાં VIP હશે. VIP વર્કર્સને કંટ્રોલ કરે છે. શો માં પવન સિંહ અને આદિત્ય નારાયણ પોતાની પર્સનલ લાઈફ વિશે વાત કરતા રહે છે. આ શો એમેઝોન MX પ્લેયર પર સ્ટ્રીમ થઈ રહ્યો છે.