For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જાવેદ અખ્તર બાદ કંગના રનૌતે 'ANIMAL' પર કર્યા પ્રહાર, બોલી- 'માત્ર મહિલાઓ સાથે મારપીટ...'

જાવેદ અખ્તરે ફિલ્મ એનિમલને ખુબ ખતરનાક ગણાવી હતી

Updated: Jan 8th, 2024

જાવેદ અખ્તર બાદ કંગના રનૌતે 'ANIMAL' પર કર્યા પ્રહાર, બોલી- 'માત્ર મહિલાઓ સાથે મારપીટ...'
Image:Twitter

Kangana Ranaut Slams Film Animal : રણબીર કપૂર અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ એનિમલ વર્લ્ડ વાઈડ 898 કરોડ રૂપિયાથી પણ વધુની કમાણી કરી ચુકી છે. એક તરફ જ્યાં આ ફિલ્મ વર્ષ 2023ની સુપરહિટ ફિલ્મોમાંની એક કહેવામાં આવે છે તો બીજી તરફ આ ફિલ્મને વિરોધનો પણ સામનો કરવો પડ્યો છે. હાલમાં જ જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે ફિલ્મના સફળ થવાને ખતરનાક કહ્યું હતું. હવે કંગના રનૌતે પણ આ ફિલ્મને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે દર્શકોને માત્ર મહિલાઓ સાથે મારપીટ બતાવતી ફિલ્મો જ પસંદ આવે છે.

ફિલ્મ તેજસને લઈને ચાહકે આપી હતી પ્રતિક્રિયા 

હાલમાં જ કંગના રનૌતના કે ચાહકે ટ્વિટ કરતા લખ્યું હતું કે કંગના રનૌતની ફિલ્મ તેજસ ખુબ સારી ફિલ્મ છે. મને એ નથી સમજાતું કે આ ફિલ્મ બોક્સઓફિસ પર ચાલી કેમ નહીં. કરણ જૌહર એન્ડ ગેંગ કંગનાનો કરિયર ખતમ કરવા માંગે છે. આ ફિલ્મ લોકોએ જોવી જોઈએ.

‘દર્શકોને મહિલાઓ સાથે મારપીટ કરવામાં આવતી ફિલ્મો જ પસંદ આવે છે’ 

કંગના રનૌતે આ ટ્વિટ પર પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યું, ‘મારી ફિલ્મો પર પેઈડ નેગેટિવિટી ભારે પડે છે. હું ખુબ મહેનત કરી રહી છું પરંતુ દર્શકો પણ એવી ફિલ્મો પસંદ કરી રહ્યા છે જ્યાં મહિલાઓને મારવામાં આવે છે અને તેમની સાથે સેક્સ ઓબ્જેક્ટની જેમ વર્તન કરવામાં આવે છે અને તેમને બૂટ ચાટવા માટે કહેવામાં આવે છે. આ તે વ્યક્તિ માટે ખુબ જ નિરાશાજનક છે મહિલાઓ માટે પોતાનું જીવન સમર્પિત કરે છે અને સ્ત્રી સશક્તિકરણ માટે ફિલ્મો બનાવે છે. આવનારા વર્ષોમાં તે વ્યક્તિ પોતાનું કરિયર બદલી શકે છે. હવે હું મારા જીવનના મહત્વપૂર્ણ વર્ષો સારા કામ માટે સમર્પિત કરવા માંગુ છું.’

જાવેદ અખ્તરે ફિલ્મ પર કરી હતી ટીકા

જાવેદ અખ્તરે હાલમાં જ ફિલ્મ એનિમલની ટીકા કરતા કહ્યું હતું કે, ‘આજના સમયમાં ફિલ્મો બનાવનારા કરતા ફિલ્મો દેખનારા દર્શકો પર મોટી જવાબદારી છે કારણ કે જો કોઈ ફિલ્મમાં એક હીરો કોઈ મહિલાને પોતાના જૂતા ચાટવા માટે કહે છે અને તે ફિલ્મ સુપરહિટ થઇ જાય છે તો આ ખુબ જ ખતરનાક વાત છે.’

Article Content Image

Gujarat