Entertainment

કમલ હાસન ઇન્ડિયન થ્રીમાં સેનાપતિ તરીકે જોરદાર પુનરાગમન કરશે

By GS Team
9 Oct 20261 min read
TukuTouch Logo
શંકર નિર્દેશિત ફિલ્મ 'ઇન્ડિયન થ્રી'નું પોસ્ટર રિલીઝ થયું છે. કમલ હાસન સેનાપતિના રોલમાં ભ્રષ્ટાચાર સામે લડતા જોવા મળશે. ૧૯૯૬ની સુપરહિટ 'ઇન્ડિયન' પછી, 'ઇન્ડિયન ટુ'ને ખાસ પ્રતિસાદ ન મળ્યો. હવે 'ઇન્ડિયન થ્રી'માં અધૂરી વાર્તા પૂર્ણ થશે. લાયકા પ્રોડક્શન્સ નિર્મિત આ તમિલ એક્શન ડ્રામાનો ધમાકેદાર અંત જોવા દર્શકો ઉત્સુક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કમલ હાસન ઇન્ડિયન થ્રીમાં સેનાપતિ તરીકે જોરદાર પુનરાગમન કરશે
  • શંકર નિર્દેશિત ફિલ્મ ઇન્ડિયન થ્રીનું પોસ્ટર જારી થયું
  • કમલ હાસનની પહેલી ઇન્ડિયન ૧૯૯૬માં આવી હતી જેમાં તેણે સ્વતંત્રસેનાનીની ભૂમિકા ભજવેલી

મુંબઇ : સેનાપતિ ઇઝ બેક વીથ ઝીરો ટોલરન્સ લાઇન સાથે શંકર નિર્દેશિત ફિલ્મ 'ઇન્ડિયન થ્રી'નું પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે. પોસ્ટરમાં કમલ હાસનને સેનાપતિ તરીકે દર્શાવવામાં આવ્યો છે.
૧૯૯૬માં આવેલી 'ઇન્ડિયન'માં કમલ હાસને એક એવા સ્વતંત્રસેનાનીની ભૂમિકા ભજવી હતી જે ભ્રષ્ટાચાર સામે જંગ ખેલે છે. ત્રણ દાયકા બાદ તેની સિક્વલ 'ઇન્ડિયન ટુ' ૨૦૨૪માં આવી હતી જેને બોક્સ ઓફિસ પર ધાર્યો પ્રતિસાદ મળ્યો નહોતો.
'ઇન્ડિયન થ્રી' એ તમિલ એક્શન ડ્રામા છે જેનું નિર્માણ લાયકા પ્રોડકશન્સ દ્વારા કરવામાં આવશે. 'ઇન્ડિયન ટુ'માં અધૂરી મુકવામાં આવેલી વાર્તાને 'ઇન્ડિયન થ્રી'માં પુરી કરવામાં આવી છે.
'ઇન્ડિયન' ફિલ્મ કમલહાસનની કારકિર્દીમાં મહત્વની ફિલ્મ પુરવાર થઇ છે અને હવે ઇન્ડિયન ફ્રેન્ચાઇઝનો ધમાકેદાર અંત જોવા દર્શકો આતુર છે.