કલ્કિ કોચલિનની પહેલી ફ્રેન્ચ ફિલ્મ હર સોંગ ઓસ્કર 2027ની રેસમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- કલ્કિ કોચલિને ફિલ્મમાં ઓલિવિયાનું પાત્ર ભજવ્યું છે
- જ્હોન એેમ. કેલેર નિર્દેશિત હર સોંગ ફિલ્મ લોસ એન્જેલસ અને ન્યુ યોર્કમાં રજૂ થશે
મુંબઇ : ફ્રેન્ચ સંસ્કૃતિમાં મૂળ ધરાવતી પણ કદી ફ્રાન્સમાં ન રહેલી ભારતના પુદ્દુચેરીમાં જન્મેલી કલ્કિ કોચલિનની પ્રથમ ફ્રેન્ચ ફિલ્મ 'હર સોંગ' ઓસ્કર ૨૦૨૭ની રેસમાં સામેલ થઇ છે. ફિલ્મમાં ઓલિવિયાનું પાત્ર ભજવતી કલ્કિએ અમેરિકન લઢણ ધરાવતી ફ્રેન્ચ ભાષામાં પરફોર્મ કર્યું છે.
અમેરિકન લેખિકા ઓલિવિયા દક્ષિણ ફ્રાન્સમાં રહેતી તેની દાદી વિશે લખવા માટે તેના વડવાઓના ગામમાં જાય છે. જ્યાં તેને સ્થાનિક કળાકાર સાથે એવી મૈત્રી બંધાઇ જાય છે જેમાં કલ્પના અને વાસ્તવિકતા વચ્ચેની રેખા ભૂંસાવા માંડે છે. જ્હોન એમ. કેલેર નિર્દેશિત આ ફિલ્મને સિનેક્વેસ્ટ ફિલ્મોત્સવમાં દર્શકો અને સમીક્ષકોનો સારો આવકાર મળ્યો છે.
આ ફિલ્મ લોસ એન્જેલસમાં ૧૬થી ૨૨ ઓક્ટોબર દરમ્યાન થિયેટર્સમાં રજૂ કરવામાં આવશે. એ પછી ૬થી ૧૨ નવેમ્બરે તેને ન્યુ યોર્ક શહેરમાં રજૂ કરવામાં આવશે. કલ્કિ કોચલિન અગાઉ પણ બ્રિટિશ અને અમેરિકન છાંટ ધરાવતા પાત્રો ઇન્ટરનેશનલ ફિલ્મોમાં ભજવી ચૂકી છે.




