શું 'એનિમલ પાર્ક'માં જોવા મળશે કબીર સિંહ? શાહિદ કપૂરે ડાયરેક્ટરના પ્લાન વિશે કર્યો ખુલાસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shahid Kapoor On Kabir Singh Animal Park Cameo : બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂર હાલમાં વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મ "ઓ રોમિયો" ની રિલીઝ માટે તૈયારી કરી રહ્યો છે, જેમાં તૃપ્તિ ડિમરી પણ છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં શાહિદને "કબીર સિંહ" અને રણબીર કપૂરની "એનિમલ પાર્ક" વચ્ચેના સંભવિત ક્રોસઓવરને લઈને ફેન્સની અટકળો વિશે પૂછવામાં આવ્યું હતું. આ દરમિયાન શાહિદ કપૂરે ડાયરેક્ટરના પ્લાનનો ખુલાસો કર્યો હતો.
શાહિદે કર્યા ખુલાસા
રસપ્રદ વાત એ છે કે, શાહિદે ખુલાસો કર્યો છે કે જ્યારે 'એનિમલ' ફિલ્મ બની રહી હતી ત્યારે ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ મારો સંપર્ક કર્યો હતો. જેથી 'કબીર સિંહ' ફિલ્મનો એક નાનો કેમિયો તેમાં સામેલ કરી શકાય. શાહિદે કહ્યું કે, વાંગા 2023ની ફિલ્મ 'એનિમલ'માં કબીર સિંહનો એક સીન ઇચ્છતા હતા. જોકે, તારીખોની સમસ્યાને કારણે આવું ન થયું.
શું એનિમલ અને કબીર સિંહ વચ્ચે ક્રોસઓવર થશે?
શાહિદ કપૂરને 'એનિમલ પાર્ક' સાથે કબીર સિંહ ક્રોસઓવર અંગે ફેન્સની અટકળો વિશે પૂછવામાં આવ્યું હતું. જેને લઈને એક્ટરે જણાવ્યું કે, સંદીપ રેડ્ડી વાંગા જ્યારે એનિમલ બનાવી રહ્યા હતા ત્યારે આવો વિચાર ખરેખર થોડા સમય માટે વિચારવામાં આવ્યો હતો.
શાહિદે વધુમાં જણાવ્યું કે, કબીર સિંહ અને એનિમલ બંને પાત્ર સંદીપ રેડ્ડી વાંગાના છે, તેથી ભવિષ્યમાં કોઈપણ ફિલ્મ કેવી રીતે બનાવવી તે સંપૂર્ણપણે દિગ્દર્શકના વિઝન પર આધાર રાખે છે.
આ પણ વાંચો: ‘EMI ભરવા માટે એક્ટિંગ નહીં કરું’, પંકજ ત્રિપાઠીનો બોલિવૂડમાં બ્રેક લેવાનો મોટો નિર્ણય
શાહિદ કપૂરનું વર્કફ્રન્ટ
સંદીપ રેડ્ડી વાંગાની 2019ની ફિલ્મ કબીર સિંહમાં શાહિદ કપૂર અને કિયારા અડવાણીએ અભિનય કર્યો હતો. જોકે, આ ફિલ્મને મોટી કોમર્શિયલ સફળતા મળી હતી, પરંતુ ઘણા લોકો દ્વારા તેની ટીકા કરવામાં આવી હતી. આ દરમિયાન, સંદીપ રેડ્ડી વાંગાની 2023ની ફિલ્મ એનિમલમાં રણબીર કપૂર, અનિલ કપૂર, બોબી દેઓલ, રશ્મિકા મંદાન્ના અને તૃપ્તિ ડિમરી અભિનય કર્યો હતો. આ ફિલ્મે કોમર્શિયલ રીતે ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું.









