Entertainment

'કાંટા લગા ગર્લ' શેફાલી જરીવાલાના પહેલા પતિ છે એક્ટર અને સિંગર! ઇન્સ્ટા પર 25 લાખ ફોલોઅર્સ

By GS TEAM
28 Jun 20252 mins read
TukuTouch Logo
'કાંટા લગા' અને બિગબોસ ફ્રેમ શેફાલી જરીવાલાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. શુક્રવાર રાત્રે તેના નિધનના દુ:ખદ સમાચાર મળતા બોલિવૂડમાં શોકનો માહોલ છવાયો છે. જ્યારે તેના પરિવાર અને પતિ પરાગ ત્યાગી ખૂબ જ હતાશ દેખાયો હતો. બંનેનો 11 વર્ષનો સાથ એક ક્ષણમાં ખતમ થઈ ગયો.

Summarized by AI; it may make mistakes. Check important info

'કાંટા લગા ગર્લ' શેફાલી જરીવાલાના પહેલા પતિ છે એક્ટર અને સિંગર! ઇન્સ્ટા પર 25 લાખ ફોલોઅર્સ

image source: Instagram/harmeetmeetbros









Shefali Jariwala First Husband: 'કાંટા લગા' અને બિગબોસ ફ્રેમ શેફાલી જરીવાલાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. શુક્રવાર રાત્રે તેના નિધનના દુ:ખદ સમાચાર મળતા બોલિવૂડમાં શોકનો માહોલ છવાયો છે. જ્યારે તેના પરિવાર અને પતિ પરાગ ત્યાગી ખૂબ જ હતાશ દેખાયો હતો. બંનેનો 11 વર્ષનો સાથ એક ક્ષણમાં ખતમ થઈ ગયો.

આ પણ વાંચો :શેફાલી જરીવાલાના નિધન બાદ પરિવારમાં માતમ, માતાનું કરુણ રુદન, પતિ પણ આઘાતમાં

શેફાલી અને પરાગની લવ સ્ટોરી

શેફાલી જરીવાલા અને પરાગ ત્યાગીએ 2014માં લગ્ન કર્યા હતા. બંને એકબીજા સાથે ખૂબ ખુશ હતા. જણાવી દઈએ કે શેફાલીના આ બીજા લગ્ન હતા. પરાગ સાથે લગ્ન કરવાના દસ વર્ષ પહેલાં શેફાલીએ હરમીત સિંહને પોતાનો જીવનસાથી બનાવ્યો હતો. જોકે 5 વર્ષમાં જ બંનેએ છૂટાછેડા લઈને અલગ  થઈ ગયા હતા.

કોણ છે શેફાલીના પહેલા પતિ?  

શેફાલીના પહેલા પતિ હરમીત સિંહ એક પ્રખ્યાત ગાયક છે. 'મીટ બ્રધર્સ'ના સભ્યોમાંથી એક હરમીત સિંહ પણ છે. હરમીતનો જન્મ 25 ઓગસ્ટ 1980ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. શેફાલી અને હરમીતના લગ્ન 2004માં થયા હતા. ત્યારે શેફાલી 22 અને હરમીત 24 વર્ષનો હતો. જોકે પાંચ વર્ષ પછી 2009માં બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા. છૂટાછેડા પછી અભિનેત્રીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે હરમીત સાથેના સંબંધમાં ખુશ નહોતી. છૂટાછેડાના 5 વર્ષ બાદ તેણે અભિનેતા પરાગ ત્યાગી સાથે બીજા લગ્ન કર્યા હતા.

અભિનયથી સંગીત સુધીનો સફર   

હરમીત સિંહ તેના ગીતો માટે ખૂબ જાણીતો સિંગ છે, પણ  ઓછા લોકો જાણે છે કે તેણે અભિનયમાં પણ હાથ અજમાવ્યો હતો. હરમીતે 'કહાની ઘર ઘર કી' અને 'કુસુમ' જેવા સીરિયલ્સમાં પણ કામ કર્યું છે. ત્યારબાદ તેણે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં પગલુ મૂક્યું હતું. જણાવી દઇએ કે તેણે  'ચિટ્ટિયાં કલાઈયાં', 'બેબી ડોલ' અને 'પાર્ટી તો બન્તી હૈ' જેવા ગીતો ગાયા છે.

હાલ હરમીત શું કરી રહ્યો છે ?

શેફાલીથી અલગ થયા બાદ હરમીતે 2010માં સુનૈના સિંહ સાથે લગ્ન કર્યા હતા. હરમીતના કામની વાત કરીએ તો ઘણા હિટ ગીતો આપી ચૂકેલા હરમીત સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના 25 લાખથી વધુ ફોલોઅર્સ છે. તે લાઈવ કોન્સર્ટ પણ કરે છે અને પોતાના ફેન્સ માટે તસવીરો-વીડિયો પણ પોસ્ટ કરતો રહે છે.