જેકી ભગનાની રહેના હૈ તેરે દિલ મેંની રીમેક બનાવવાની તૈયારીમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ફિલ્મને ૨૫ વર્ષ પૂરાં થયાં બાદ હિલચાલ
મુંબઈ : વર્ષ ૨૦૦૧ની લોકપ્રિય રોમેન્ટિક ફિલ્મ 'રહેના હૈ તેરે દિલ મેં' ફરી પડદા પર લાવવાની તૈયારી ચાલી રહી છે. નિર્માતા જેકી ભગનાની આ પ્રોજેક્ટ માટે દિગ્દર્શક નીતિન કક્કર સાથે પ્રાથમિક ચર્ચા કરી રહ્યા છે. આ ફિલ્મ સીક્વલ હશે કે આધુનિક રીમેક, તેના વિશે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરાઈ.
દિગ્દર્શક નીતિન કક્કર અગાઉ 'ફિલ્મીસ્તાન' અને 'જવાની જાનેમન' જેવી જાણીતી ફિલ્મોનું નિર્દેશન કરી ચૂક્યા છે. જો કે, આ સંભવિત પ્રોજેક્ટનું સ્વરૂપ, કલાકારો, વાર્તા અને શૂટિંગ શેડયુલ સંબંધિત તમામ બાબતો હજી ગુપ્ત રખાઈ છે.
પ્રોડક્શન હાઉસ તરફથી આ વિષયે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી અને ચર્ચા પ્રાથમિક તબક્કામાં છે.
મૂળ ફિલ્મમાં આર. માધવન, દિયા મિર્ઝા અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં હતા. જો કે થિયેટરોમાં આ ફિલ્મ શરૂઆતમાં સફળ નહોતી રહી, પણ તેના ગીતો અને સંવાદોને કારણે લોકપ્રિય બની હતી. હવે જોવું રહ્યું કે જૂના પાત્રો પાછા ફરશે કે પછી નવા કલાકારો સાથે નવી વાર્તા રજૂ થશે.




