Get The App

જાણીતી અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે યુટ્યુબર આશિષ ચંચલાની? તસવીર વાઈરલ થતાં લોકોએ પૂછ્યું- લગ્ન ક્યારે?

Updated: Jul 12th, 2025

GS TEAM

Google News
Google News
જાણીતી અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે યુટ્યુબર આશિષ ચંચલાની? તસવીર વાઈરલ થતાં લોકોએ પૂછ્યું- લગ્ન ક્યારે? 1 - image

Image: Instagram @ashishchanchlani



Ashish Chachlani Relationship: આશિષ ચચલાનીએ સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તે એલી અવરામને તેડીને ઊભો છે. એલી અવરામના હાથમાં એક ફૂલ અને અને બંને ખિલખિલાટ હસી રહ્યા છે. તસવીર શેર કરતાની સાથે આશિષે કેપ્શનમાં લખ્યું છે 'ફાઇનલી'. આ ફોટા પરથી લોકો અંદાજો લગાવી રહ્યા છે કે, બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. 

શું આશિષે કરી રિલેશનશીપની જાહેરાત? 

આશિષ ચચલાનીની પોસ્ટ પરથી એવું લાગે છે કે, બંનેએ તમામ અટકળો પર વિરામ લગાવી દીધો છે અને હ્રદયસ્પર્શી અંદાજમાં પોતાના રિલેશનશીપની જાહેરાત કરી હોય. જોકે, આશિષે એ વાતનો ઉલ્લેખ નથી કર્યો કે, તે એલી સાથે પોતાના રિલેશનશિપને કન્ફર્મ કરી રહ્યા છે. એવું પણ બની શકે છે કે, તે એક્ટ્રેસ સાથે કોઈ આગામી કામ કરવાના હોય. જોકે, હાલ આ ફોટાને લઈને યુઝર્સે યુટ્યુબરને શુભકામના પાઠવવાનું શરૂ કરી દીધું છે.  

આ પણ વાંચોઃ સલમાન ખાનની ફિલ્મથી પહેલા યુટ્યુબ પર બેટલ ઓફ ગલવાન ફિલ્મ રિલીઝ, જુઓ કોણ છે ડિરેક્ટર

યુઝર્સની અટકળો

આશિષ ચચલાનીની પોસ્ટ પર અનેક સેલેબ્સે પણ રિએક્શન આપ્યું છે. એક્ટર નીલ નિતિન મુકેશે પોસ્ટ પર હાર્ટ ઇમોજી કોમેન્ટ કરી છે. કરિશ્મા શર્માએ લખ્યું 'શુભકામનાઓ'. એક યુઝરે લખ્યું, 'કમબેક પહેલાં કમબેક કરી દીધું ભાઈએ' અન્ય એક યુઝરે લખ્યું કે, 'વીજ બિલ હવે બે લોકોમાં વહેંચાશે.'

આ વર્ષે ફેલાઇ હતી ડેટિંગની અફવા

આશિષ ચચલાની અને એલી અવરામની ડેટિંગને લઈને આ વર્ષની શરૂઆતમાં અફવા ફેલાઈ હતી. આશિષ અને એલી બંને ફેબ્રુઆરીમાં આયોજિત એલે લિસ્ટ 2025 ઇવેન્ટમાં એકસાથે જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ હિટ કે ફ્લોપ? રાજકુમાર રાવનો ગેંગસ્ટર લૂક ફેન્સને કેટલો પસંદ આવ્યો, જાણો 'માલિક' ફિલ્મની કમાણી

એલી અવરામ અને આશિષ ચચલાનીનું કામ 

જણાવી દઈએ કે, હાલમાં જ એલી અવરામ ફિલ્મ 'બી હેપ્પી'માં જોવા મળી હતી. આ પહેલાં તે 2023માં 'ગણપથ' અને 2022માં 'ગુડબાય'માં જોવા મળી હતી. વળી આશિષ ચચલાની યુટ્યુબર, એક્ટર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. 

Tags :