હિટ કે ફ્લોપ? રાજકુમાર રાવનો ગેંગસ્ટર લૂક ફેન્સને કેટલો પસંદ આવ્યો, જાણો 'માલિક' ફિલ્મની કમાણી
Image source: IANS |
Maalik Box Office Collection Day 2: રાજકુમાર રાવ, માનુષી છિલ્લર અને પ્રોસેનજીત ચેટર્જી સ્ટારર એક્શન થ્રિલર ફિલ્મ 'માલિક' 11 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઇ છે. ફિલ્મને લઈને દર્શકોનો મિશ્ર પ્રતિક્રિયા સામે આવી છે. કોઈને રાજ કુમારની એક્શન પસંદ આવી તો કોઈએ કહ્યું આ વન ટાઈમ વૉચ મૂવી છે. પણ બૉક્સ ઓફિસ પર ફિલ્મની શરૂઆત ઠીક-ઠાક રહી છે. બીજા દિવસના કલેક્શનથી અપેક્ષાઓ ઓછી થઈ ગઈ. ચાલો તમને સંપૂર્ણ બોક્સ ઓફિસ રિપોર્ટ જણાવીએ.
'માલિક'ની બીજા દિવસનું કલેક્શન કેટલું રહ્યું?
ફિલ્મ 'માલિક'ને પુલકિતે ડિરેક્ટ કરી છે અને તેનું નિર્માણ કુમાર તૌરાની અને જય શવક્રમણીએ ટિપ્સ ઇન્ડસ્ટ્રીઝ અને નોર્દર્ન લાઇટ્સ ફિલ્મ્સના બેનર હેઠળ કર્યું છે. ફિલ્મ રિલીઝ થયાના પહેલા દિવસે 3.35 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. પરંતુ બીજા દિવસે ફિલ્મની કમાણીમાં ખાસ ઘટાડો જોવા મળ્યો. એક રિપોર્ટ મુજબ, ફિલ્મે બીજા દિવસે માત્ર 0.05 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. એટલે કે અત્યાર સુધીની કુલ કમાણી ફક્ત 3.40 કરોડ રૂપિયા જ થઈ શકી છે. જોકે આ આકડા હજુ ફાઇનલ નથી સાંજ સુધી આકડામાં ફેરબદલ થઈ શકે છે.
આ પણ વાંચો : 'રામાયણ' માં ભગવાન શિવનું પાત્ર ભજવનાર એક્ટર છે કરોડપતિ, મહિનાની આવક જાણી ચોંકશો
રાજકુમારે તેની ભૂમિકાને લઇને શું કહ્યું ?
રાજકુમાર રાવે ફિલ્મમાં પોતાની ભૂમિકા વિશે કહ્યું, "જ્યારે હું કોઈ ફિલ્મની શૂટિંગ કરું છું, ત્યારે તે સમયે કોઈ જૂની ફિલ્મ જોવાની કોશિશ નથી કરતો. હું નથી ઇચ્છતો કે મારા અભિનયમાં કોઈ નકલ થાય. મારી દરેક ભૂમિકા મારી કલ્પના અને ફિલ્મની કહાણીથી નીકળવી જોઈએ. એક અભિનેતા તરીકે, હું પોતાને એક જ ભૂમિકા સુધી મર્યાદિત રાખવા ઇચ્છતો નથી. હું દર વર્ષે ઓછામાં ઓછું એક એવો કિરદાર ભજવવા ઇચ્છું છું, જે તમને આશ્ચર્યચકિત કરે અને તમને એ વિચારવા પર મજબૂર કરે કે તમને મારાથી આ પ્રકારના પ્રદર્શનની આશા નહોતી."