સલમાન ખાનની ફિલ્મથી પહેલા યુટ્યુબ પર બેટલ ઓફ ગલવાન ફિલ્મ રિલીઝ, જુઓ કોણ છે ડિરેક્ટર
LAC Battle Of Galwan Released On YouTube: સોશિયલ મીડિયા પર હાલમાં સલમાન ખાનની ફિલ્મ બેટલ ઓફ ગલવાન ચર્ચામાં છે. સલમાન ખાન આ ફિલ્મ માટે સખત ટ્રેનિંગ લઈ રહ્યો છે. ફિલ્મમાંથી સલમાન ખાનનો ફર્સ્ટ લુક પણ રિલીઝ થઈ ગયો છે. આ ફિલ્મની ચર્ચા વચ્ચે યુટ્યુબ પર આ જ વિષય પર બનેલી એક ફિલ્મ રિલીઝ થઈ છે. આ ફિલ્મના ડિરેક્ટર નીતિન કુમાર ગુપ્તા છે. ફિલ્મનું નામ LAC બેટલ ઓફ ગલવાન છે.
ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ કરવા માગતા હતા
તેમણે જણાવ્યું કે, 'પહેલા હું વર્ષ 2023માં આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ કરવા માગતો હતો, પરંતુ ફિલ્મ બનવામાં બે વર્ષથી વધુ સમય લાગ્યો. મેં ફિલ્મ CBFC ને મોકલી હતી, પરંતુ મને CBFC તરફથી કોઈ જવાબ ન મળ્યો ત્યારબાદ મેં ફિલ્મને યુટ્યુબ પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો.'
એક અહેવાલ પ્રમાણે ડિરેક્ટર ઈચ્છતા હતા કે, ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થાય જેથી શહીદોના પરિવારો પણ ફિલ્મ જોઈ શકે. પરંતુ આવું થઈ ન શક્યું. ફિલ્મનું શૂટિંગ નવેમ્બર 2020માં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ફિલ્મ જૂન 2022માં CBFC ને સબમિટ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: સોનુ નિગમે સોશિયલ મીડિયા પર વાઈરલ રાજુ કલાકાર સાથે ગીત ગાયુ, જુઓ ફેન્સનું રિએક્શન
CBFCએ જણાવ્યા હતા ઘણા સૂચનો
ડિરેક્ટરે કહ્યું કે, ઓગસ્ટમાં CBFC માટે ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યુ હતું. સપ્ટેમ્બર 2022માં CBFCએ વોર ડ્રામામાં ઘણા ફેરફારો સૂચવ્યા હતા. CBFCએ મને ફિલ્મમાંથી LAC દૂર કરવા, વાસ્તવિક સ્થળોના રેફરન્સ હટાવવા અને હિંસામાં 33% ઘટાડો કરવા કહ્યું. જ્યારે મને એન્ડ ક્રેડિટમાંથી 20 રિયલ લાઈફ શહીદો (જેઓ ગાલવાનમાં શહીદ થયા હતા)ની તસવીરો હટાવવા માટે કહ્યું ત્યારે મને સૌથી વધુ દુઃખ થયું.
કેમ યુટ્યુબ પર રિલીઝ કરવી પડી ફિલ્મ
નીતિને જણાવ્યું કે, મેં ફિલ્મમાં ફેરફાર કરીને સપ્ટેમ્બર 2022માં જ તેને CBFC ને ફરીથી સબમિટ કરી. ત્રણ વર્ષથી CBFCનો હજુ કોઈ જવાબ નથી આવ્યો. ત્રણ વર્ષથી મેં દરેક દરવાજા ખટખટાવ્યા છે. ફિલ્મના ડિજિટલ રાઈટ્સ વિક્રમ જાધવ પાસે છે, જે એક અમેરિકન નાગરિક છે. તેણે ફિલ્મને યુટ્યુબ પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો.