કપિલ શર્માના કાફે પર હુમલા મામલે ઈન્ટરપોલની એન્ટ્રી, FBI એ રણદીપ મલિકની ધરપકડ કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Interpol enters case of attack on Kapil Sharma cafe: કોમેડિયન કપિલ શર્માના કેફે પર થયેલા હુમલાના કેસમાં હવે ઇન્ટરપોલની એન્ટ્રી થઈ છે. સુરક્ષા એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે. આ કેસમાં અમેરિકામાં તપાસ કરતી વખતે, એફબીઆઈએ રણદીપ મલિકની ધરપકડ કરી છે. કહેવાય છે કે રણદીપ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય છે.
યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ પૂછપરછ કરી રહી છે
સુરક્ષા એજન્સીઓના સૂત્રોનું કહેવું છે કે રણદીપ એક કુખ્યાત ગુનેગાર છે. તે દિલ્હીમાં થયેલા હાઈ-પ્રોફાઈલ નાદિર શાહ મર્ડર કેસમાં વોન્ટેડ હતો. તે અમેરિકાથી લોરેન્સ બિશ્નોઈ ગેંગ માટે કામ કરી રહ્યો હતો. હાલમાં, યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ તેની પૂછપરછ કરી રહી છે. તાજેતરમાં કપિલ શર્માના કેનેડા સ્થિત 'કેપ્સ કેફે' પર બે વાર ફાયરિંગ થયું છે, એવામાં આ હુમલામાં રણદીપની સંડોવણી હોવાની શંકા છે.
આ પણ વાંચો: બાદશાહનો અમેરિકામાં યોજાનારો કોન્સર્ટ વિવાદમાં! પાકિસ્તાની કંપનીએ સ્પોન્સર કર્યાનો આરોપ
NIAને પણ રણદીપ મલિકની હતી શોધ
કોમેડિયન કપિલ શર્માને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીઓ મળી છે. કપિલના કેફે પર હુમલો થયા બાદ કપિલની સુરક્ષા વધારી દેવામાં આવી છે. NIA પણ રણદીપ મલિકની શોધમાં હતી. તે અમેરિકામાં બેસીને ભારતમાં આતંક ફેલાવી રહ્યો હતો અને ગેંગમાં નવા સભ્યોને જોડવાનું કામ કરતો હતો. તપાસ એજન્સીઓને આશા છે કે રણદીપ પાસેથી લોરેન્સના ભારતમાં છુપાયેલા સાગરીતોની જાણ થશે અને ટૂંક સમયમાં આ કેસમાં ભારતમાં વધુ ધરપકડ થઈ શકે છે.










