99 મા ઓસ્કરમાં ભારતની એન્ટ્રી ગોંધળ ફિલ્મના નવ ઓક્ટો.થી પ્રિવ્યુઝ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ફિલ્મના પ્રિવ્યુઝ બાદ થિયેટરમાં રજૂ કરવામાં આવશે
- મુંબઇ,પૂણે, દિલ્હી, ચેન્નાઇ, હૈદરાબાદ અને બેન્ગાલુરૂમાં યોજાનારા પ્રિવ્યુઝમાં ફિલ્મને માણી શકાશે
મુંબઇ : ૯૯ મા એકેડમી એવોર્ડસ એટલે કે ઓસ્કર એવોર્ડ ૨૦૨૭ માટે જે ફિલ્મની ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદગી કરવામાં આવી છે તે સંતોષ ડાવખર નિર્દેશિત સાયકોલોજિકલ થ્રીલર ફિલ્મ જોવાની દર્શકોને તક મળે તે માટે દેશના મોટાં શહેરોમાં તેના વિશેષ પ્રિવ્યુઝ યોજાશે.
નવ ઓક્ટોબરથી મુંબઇ અને પૂણેમાં ચાર થિયેટર્સમાં ફિલ્મ ગોંધળના પ્રિવ્યુઝ યોજવાની શરૂઆત થશે.
એ પછી મરાઠી અને હિન્દીમાં આ ફિલ્મનું સ્ક્રિનિંગ દિલ્હી, હૈદરાબાદ, બેન્ગાલુરૂ અને ચેન્નાઇમાં પણ કરવામાં આવશે.જેમાં દર્શકોને આ ફિલ્મ મોટા પડદે જોવાની તક મળશે. એ પછી છ ભાષામાં દુનિયાભરમાં ફિલ્મને રજૂ કરવામાં આવશે.
ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં ગોંધળના નિર્દેશકને બેસ્ટ ડાયરેક્ટર તરીકે રજત મયુર એવોર્ડ મળ્યો હતો. જ્યારે બેન્ગાલુરૂ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ સમીક્ષકોનો ફિપ્રેસી એવોર્ડ મળ્યો હતો.




