'રોલ જોઈતો હોય તો કોમ્પ્રોમાઈઝ કરવું પડશે...', અશ્લીલ માગ સાંભળી અભિનેત્રી થઈ ગુસ્સે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Casting Couch With Anjali Ragav Controversy News : મનોરંજન જગતમાં કાસ્ટિંગ કાઉચ (Casting Couch) અને શોષણની વાતો અવારનવાર સામે આવતી રહે છે. તાજેતરમાં જ હરિયાણવી અને ભોજપુરી ગીતોથી લોકપ્રિય બનેલી જાણીતી અભિનેત્રી અંજલિ રાઘવ (Anjali Raghav) એ તેના કરિયરને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી વખતે એક ખરાબ અનુભવ વિશે ખુલીને વાત કરી.
'કોમ્પ્રોમાઈઝ' કરવા કહ્યું હતું
એક વાતચીતમાં અંજલિ રાઘવે જણાવ્યું કે, શરૂઆતી દિવસોમાં મને ક્યારેય આવા ખરાબ અનુભવો થયા નહોતા અને ન તો ક્યારેય આવા લોકો તેમની સામે આવ્યા હતા. પરંતુ, એક વખત પંજાબી ગીતના પ્રોજેક્ટ દરમિયાન તેમની સમક્ષ એક મોટી શરત મૂકવામાં આવી હતી. અંજલિના જણાવ્યા અનુસાર, કોઈ મોટા સિંગરની ટીમમાંથી એક વ્યક્તિએ મને ગીતમાં રોલ મેળવવા માટે 'કોમ્પ્રોમાઈઝ' (Compromise) કરવાની ડીલ ઓફર કરી હતી. જો કે, મારું માનવું છે કે આ વાત ખુદ સિંગરે નહીં પરંતુ કદાચ ડાયરેક્ટર કે પ્રોડ્યુસરે કહી હશે.
અભિનેત્રીની ભારે ફિટકાર
જ્યારે આ અશ્લીલ માંગ સામે આવી ત્યારે અંજલિ રાઘવનો પારો સાતમાં આસમાને પહોંચી ગયો હતો. તેણે તે વ્યક્તિને ખરી-ખોટી સંભળાવી હતી. અભિનેત્રીએ જણાવ્યું કે, જ્યારે મેં વિરોધ કર્યો ત્યારે તે વ્યક્તિ પોતાની સફાઈ આપવા લાગ્યો હતો અને વાતને ફેરવવાનો પ્રયાસ કરતા કહ્યું કે, "મેં તમને કોમ્પ્રોમાઈઝ કરવાનું નથી કહ્યું, હા જો તમારી નજરમાં કોઈ એવી છોકરી હોય તો તેનું નામ જણાવી દો." આ પ્રકારની વાતો સાંભળીને અભિનેત્રીનો ગુસ્સો વધુ ભડકી ગયો હતો.




