Entertainment

હું એની જેમ પીતો નથી...' અનુરાગ કશ્યપ સાથે તુલના થતા વિવેક અગ્નિહોત્રીનું ચર્ચાસ્પદ નિવેદન

By GS TEAM
18 Jun 20252 mins read
TukuTouch Logo
એક પોડકાસ્ટમાં વિવેકને કહેવામાં આવ્યું હતું કે ઘણા લોકો તમને રાઈટ વિંગના અનુરાગ કશ્યપ સમજે છે. આના જવાબમાં વિવેકે કહ્યું કે, 'હું એની જેમ પીતો નથી. જે ​​લોકો અનુરાગને પસંદ કરે છે અને તેની ફિલ્મો જુએ છે તેનું ધ્યાન માત્ર આ દેશની ખામીઓ પર હોય છે. હું આ દેશની મહાનતા પર ધ્યાન આપુ છું.'

Summarized by AI; it may make mistakes. Check important info

હું એની જેમ પીતો નથી...' અનુરાગ કશ્યપ સાથે તુલના થતા વિવેક અગ્નિહોત્રીનું ચર્ચાસ્પદ નિવેદન

Vivek Agnihotri On Comparison With Anurag Kashyap: ધ તાશકંદ ફાઈલ્સ અને ધ કાશ્મીર ફાઈલ્સના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીની વધુ એક ફિલ્મ રિલીઝ આવી રહી છે. વિવેકની આગામી ફિલ્મનું નામ ધ બંગાળ ફાઈલ્સ છે. વિવેકના ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. હવે વિવેકે એક ઈન્ટરવ્યુમાં પોતાની ફિલ્મો વિશે વાત કરી છે. આ સાથે જ તેણે એ લોકોને પણ જવાબ આપ્યો છે જેઓ અનુરાગ કશ્યપ સાથે તેની તુલના કરી રહ્યા છે. 

અનુરાગ કશ્યપ અંગે વિવેક અગ્નિહોત્રીએ શું કહ્યું?

એક પોડકાસ્ટમાં વિવેકને કહેવામાં આવ્યું હતું કે ઘણા લોકો તમને રાઈટ વિંગના અનુરાગ કશ્યપ સમજે છે. આના જવાબમાં વિવેકે કહ્યું કે, 'હું એની જેમ પીતો નથી. જે ​​લોકો અનુરાગને પસંદ કરે છે અને તેની ફિલ્મો જુએ છે તેનું ધ્યાન માત્ર આ દેશની ખામીઓ પર હોય છે. હું આ દેશની મહાનતા પર ધ્યાન આપુ છું.'

આ પણ વાંચો: રાજકોટમાં કરંટ લાગતાં બાળકીનું મોત, પિતાએ કહ્યું 'કોઇની બેદરકારીની સજા કોઇને મળી'

પોતાની ફિલ્મો વિશે વાત કરતા વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે, 'તે મારી પસંદ છે, ધ ટ્રાયોલોજી (ધ કાશ્મીર ફાઈલ્સ, ધ તાશકંદ ફાઈલ્સ, ધ બંગાળ ફાઈલ્સ (હજુ રિલીઝ થવાની બાકી છે), અને મેં 2010માં આ ફિલ્મો બનાવવાનું નક્કી કર્યું હતું. ગુજરાત રમખાણો પર ઘણી ડોક્યુમેન્ટ્રી ફિલ્મો બની ચૂકી છે. લોકો પહેલાથી જ તેના વિશે વાત કરી ચૂક્યા છે, અને તેમાં નવું બતાવવા માટે કંઈ નથી.' 

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ બંગાળ ફાઈલ્સ' 5 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં દર્શન કુમાર, મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, પલ્લવી જોશી અને સ્વસ્તા ચેટર્જી જેવા કલાકારો જોવા મળશે.