Entertainment

'સી-ગ્રેડ અને અશ્લીલ ફિલ્મો મેં મજબૂરીમાં કરી...', પીઢ અભિનેતા અન્નુ કપૂરની શોકિંગ કબૂલાત

By GS Team
13 Aug 20262 mins read
TukuTouch Logo
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અન્નુ કપૂરે તાજેતરમાં એક પોડકાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે 90ના દાયકામાં ન્યૂડ ફોટોશૂટ અને C-ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યાનું સ્વીકાર્યું. અન્નુ કપૂરે જણાવ્યું કે, આ બધું તેમણે પરિવારના ભરણપોષણ માટે મજબૂરીવશ કર્યું હતું, કોઈ પેશનથી નહીં. તેમણે જીવનમાં સ્ત્રીઓ સાથેના સંબંધોને લઈને પસ્તાવો પણ વ્યક્ત કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

'સી-ગ્રેડ અને અશ્લીલ ફિલ્મો મેં મજબૂરીમાં કરી...', પીઢ અભિનેતા અન્નુ કપૂરની શોકિંગ કબૂલાત

Annu Kapoor Reveals Bold Past: બોલિવૂડના દિગ્ગજ અને અતિ બેબાક એક્ટર અન્નુ કપૂર પોતાના નિવેદનોના કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. તાજેતરમાં આપેલા એક પોડકાસ્ટમાં તેમણે પોતાની કારકિર્દીના શરૂઆતી દિવસો, ન્યૂડ ફોટોશૂટ, બોલ્ડ ઈન્ટીમેટ સીન્સ અને C-ગ્રેડ ફિલ્મોમાં કામ કરવા અંગે અત્યંત ચોંકાવનારા ખુલાસા કર્યા છે. 90ના દાયકામાં ન્યૂડ ફોટોશૂટ કરાવવા અને એડલ્ટ ફિલ્મો કરવા અંગે વાત કરતાં અન્નુ કપૂરે સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર્યું કે તેમણે આ બધું કોઈ પેશન માટે નહીં, પરંતુ માત્ર અને માત્ર પોતાની મજબૂરી અને પરિવારના ભરણપોષણ માટે કર્યું હતું.

મજૂરી અને મજબૂરીમાં કર્યા હતા બોલ્ડ સીન્સ

એક પોડકાસ્ટમાં જ્યારે અન્નુ કપૂરને પૂછવામાં આવ્યું કે શું તેમણે 90ના દાયકામાં ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું? તો એક્ટરે કોઈ જ હિચકિચાટ વગર સ્વીકાર્યું, "હા, મેં ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું છે અને મજબૂરીમાં પોર્ન/C-ગ્રેડ ફિલ્મો પણ કરી છે." આજના સમયમાં જ્યારે મોટાભાગના કલાકારો પોતાના કામને ‘પેશન’ ગણાવે છે, ત્યારે અન્નુ કપૂરે પોતાની આદત મુજબ કડવું સત્ય વદતાં કહ્યું,

"મારું કોઈ પેશન નથી, મારી મજબૂરી છે આ બધું કરવું. પોતાના બીવી-બાળકોનું ભરણપોષણ કરવા અને ઘર ચલાવવા માટે મારે મજૂરી કરવી જ પડે. ઘર ચલાવવા મારે ઠુમકા પણ લગાવવા પડે, કારણ કે પ્રોડ્યુસર મને એમ જ મફતમાં પૈસા નહીં આપે. જો મારું ભાગ્ય અને નસીબ જ એવું હોય તો હું શું કરું?"

જીવનના પસ્તાવા અને સ્ત્રીઓ સાથેનો સંબંધ

આ પોડકાસ્ટ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને પોતાના કરિયરની કોઈ બાબતનો પસ્તાવો છે? ત્યારે અન્નુ કપૂરે જણાવ્યું કે, "મને મારી કારકિર્દીમાં કરેલા કામ માટે કોઈ પસ્તાવો નથી. પરંતુ જો જોવામાં આવે તો જીવનમાં પસ્તાવો બહુ છે. એ પસ્તાવો કદાચ સ્ત્રીઓ સાથે જોડાયેલો છે. હા યાર, અમુક સ્ત્રીઓથી ન મળ્યો હોત તો બહુ સારું થાત… બસ એ જ મારો પસ્તાવો છે."

અગાઉ ઈન્ટીમેટ સીન્સ પર પણ કર્યા હતા દાવો

અગાઉ પણ એક ઈન્ટરવ્યુમાં અન્નુ કપૂરે ફિલ્મોમાં ઈન્ટીમેટ સીન્સ અને હોટલ કે સેટ પર એક્ટર્સના વર્તન અંગે મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ઘણીવાર મેલ એક્ટર્સ ઈન્ટીમેટ સીનની શૂટિંગ વખતે પરિસ્થિતિનો ગેરફાયદો ઉઠાવે છે અને ડાયરેક્ટર ‘કટ’ બોલે તો પણ નથી રોકાતા. પરંતુ તેમણે પોતે ક્યારેય કોઈ સ્ત્રી સહ-કલાકાર સાથે એવો વ્યવહાર નથી કર્યો અને હંમેશા પ્રોફેશનલ બનીને પૂરી સંવેદનશીલતાથી સીન પૂર્ણ કર્યા છે.

અન્નુ કપૂરે પોતાની આગવી શૈલીમાં ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેઓ પોતાની નબળાઈઓ અને ભૂતકાળની મજબૂરીઓને છુપાવવાને બદલે દુનિયા સામે ડંકાની ચોટે સ્વીકારવાની હિંમત રાખે છે.