Get The App

હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે 1 - image

- એકટિંગ કોચ રચિત સાથે લાંબા  સમયથી ડેટિંગ   

- ઓક્ટોબર કે નવેમ્બરમાં લગ્ન કરી લે તેવી શક્યતા, બંનેએ તૈયારીઓ શરૂ કરી

મુંબઈ : હુમા કુરેશી અને રચિત સિંહ  લગ્નની તૈયારીઓ કરી રહ્યા છે.આ વરસના અંત સુધીમાં તેઓ લગ્ન કરે તેવી શક્યતા છે.  તેઓ ઓકટોબરના અંત અથવા તો નવેમ્બર મહિનામાં લગ્ન કરવાનાં હોવાનું કહેવાય છે.  જેની તૈયારીઓ અત્યારથી શરૂ થઇ ગઇ છે. લગ્નમાં પરિવાર,અંગત મિત્રોને જ નિમંત્રણ આપવાના છે. લગ્ન પછી તેઓ એક ભવ્ય રિસેપ્શન યોજવાના છે. ઉલ્લેખનીય છેકે, હુમા અને રચિત ડિસેમ્બર ૨૦૨૫માં અમેરિકામાં સગપણ કરી  ચૂક્યાં છે.   રચિત સિંહ બોલિવુડમાં એક્ટિંગ કોચ તરીકે જાણીતા છે. અનેક કલાકારોને તે એક્ટિંગ તથા ડાયલોગની તાલીમ આપી ચૂક્યો છે.