Entertainment

હાઇકોર્ટે તુ હૈ મેરી કિરનના નિર્માતાને ૮.૮૫ કરોડ રૂપિયા જમા કરાવવા જણાવ્યું

By GS Team
21 Oct 20261 min read
TukuTouch Logo
સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલની ફિલ્મ 'તુ હૈ મેરી કિરન' 23 ઓક્ટોબરે રિલીઝ થાય તે પહેલાં, બોમ્બે હાઈકોર્ટે નિર્માતા એક્લોન પ્રોડક્શન્સને ₹8.85 કરોડ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. એન્ડ મુવીઝે ₹15 કરોડના બજેટમાં ફિલ્મ બનાવવા માટે કરાર કર્યો હતો. સમયમર્યાદા પૂરી થવા છતાં, એક્લોન પ્રોડક્શન્સ દ્વારા ₹7.5 કરોડનો ચેક બાઉન્સ થતાં, એન્ડ મૂવીઝે રોકાણ પરત મેળવવા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

હાઇકોર્ટે તુ હૈ મેરી કિરનના નિર્માતાને ૮.૮૫ કરોડ રૂપિયા જમા કરાવવા જણાવ્યું
  • ફિલ્મના બે નિર્માતાઓ ઝઘડતાં મામલો હાઇકોર્ટમાં
  • સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલની ફિલ્મ ૨૩ ઓક્ટોબરે રિલિઝ પૂર્વે રકમ જમા કરાવવાનો આદેશ

મુંબઇ : સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલની ફિલ્મ તુ હૈ મેરી કિરન ૨૩ ઓકટોબરે રિલિઝ થાય તે પહેલાં નિર્માતા એક્લોન પ્રોડક્શન્સને ૮.૮૫ કરોડ રૂપિયા ડિપોઝીટ કરવાનો બોમ્બે હાઇકોર્ટે આદેશ આપ્યો હતો.
૨૭ માર્ચ ૨૦૨૪માં સાડા સાત કરોડ પ્લસ જીએસટી કાઢી પંદર કરોડરૂપિયાના બજેટમાં ફિલ્મ બનાવવાના કરાર એન્ડ મુવીઝ અને એક્લોન પ્રોડક્શન્સ વચ્ચે થયા હતા. આ કરાર અનુસાર એક્લોન પ્રોડક્શન્સે તેર મહિનામાં અથવા ફિલ્મ રિલિઝ થાય તેના ત્રણ અઠવાડિયા અગાઉ બેમાંથી જે વહેલું હોય એ અનુસાર મૂડી રોકાણ પરત કરવાનું હતું. અદાલતના જણાવ્યા અનુસાર આ સમયમર્યાદા ૨૭ એપ્રિલ ૨૦૨૭ના રોજ પુરી થઇ ગઇ હતી. તેમાં પણ એક્લોને વિશાલ રાણા દ્વારા સાડા સાત કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો જે જાન્યુઆરી ૨૦૨૬માં બાઉન્સ થયો હતો. આ પછી ફિલ્મ રજૂ કરવાની તારીખ જાહેર થતાં એન્ડ મૂવી પ્રોડક્ટસે હાઇકોર્ટમાં અરજી કરી પોતાનું મૂડીરોકાણ પાછું મેળવવા ધા નાંખી હતી.