Entertainment

'રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો...', બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરને આપી ધમકી

By GS Team
13 Feb 20263 mins read
TukuTouch Logo
બોલિવૂડ એક્ટર રણવીર સિંહને બિશ્નોઈ ગેંગ તરફથી મળેલી ધમકી અને ખંડણીના મામલે મોટો ખુલાસો થયો છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે બિશ્નોઈ ગેંગના ખાસ સાગરીત હેરી બોક્સરે વોટ્સએપ વોઈસ નોટ દ્વારા રણવીર સિંહને ધમકી આપીને 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. પોલીસ તપાસમાં વોઈસ નોટમાં હેરી બોક્સરનો જ અવાજ હોવાની પ્રાથમિક પુષ્ટિ થઈ છે. આ ધમકી ડાયરેક્ટર રોહિત શેટ્ટીના ઘરની બહાર થયેલા ફાયરિંગ બાદ રણવીરના મેનેજરના મોબાઈલ પર મોકલવામાં આવી હતી. આ ઘટના બાદ રણવીર સિંહની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને પોલીસે તેના મેનેજરનું નિવેદન પણ નોંધ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો...', બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરને આપી ધમકી

Ranveer Singh Bishnoi gang threat: બોલિવૂડ એક્ટર રણવીર સિંહને બિશ્નોઈ ગેંગ તરફથી મળેલી ધમકી અને ખંડણીના મામલે મોટો ખુલાસો થયો છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે બિશ્નોઈ ગેંગના ખાસ સાગરીત હેરી બોક્સરે વોટ્સએપ વોઈસ નોટ દ્વારા રણવીર સિંહને ધમકી આપીને 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. પોલીસ તપાસમાં વોઈસ નોટમાં હેરી બોક્સરનો જ અવાજ હોવાની પ્રાથમિક પુષ્ટિ થઈ છે. આ ધમકી ડાયરેક્ટર રોહિત શેટ્ટીના ઘરની બહાર થયેલા ફાયરિંગ બાદ રણવીરના મેનેજરના મોબાઈલ પર મોકલવામાં આવી હતી. આ ઘટના બાદ રણવીર સિંહની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને પોલીસે તેના મેનેજરનું નિવેદન પણ નોંધ્યું છે.

ધમકી આપવા માટે VPN નેટવર્કનો કરાયો ઉપયોગ

તપાસમાં જાણવા મળ્યું છે કે આ ધમકી મોકલવા માટે VPN નેટવર્કનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેનું લોકેશન વિદેશનું હોવાનું જણાયું છે, જેની તપાસ માટે પોલીસ હવે ઈન્ટરપોલની મદદ લઈ રહી છે. આ મામલામાં રણવીર ઉપરાંત સલમાન ખાનના બનેવી આયુષ શર્માના મેનેજરનું પણ નિવેદન લેવામાં આવ્યું છે. 

સાત પેઢી યાદ રાખશે એવો અંજામ ભોગવવો પડશે

હેરી બોક્સરે પોતાની વોઈસ નોટમાં રણવીરને ચેતવણી આપતા કહ્યું હતું કે, 'બધા ભાઈઓને રામ-રામ, હું લૉરેન્સ બિશ્નોઈ ગેંગથી હેરી બોક્સર બોલું છું. આજની આ વોઈસ નોટ આખા બોલિવૂડ માટે છે અને ખાસ કરીને રણવીર સિંહ માટે છે. રણવીર સિંહ, અમે તારી એવી હાલત કરીશું કે તારી સાત પેઢીઓ યાદ રાખશે. રણવીર સિંહ, તને સલાહ આપવાનો બહુ શોખ છે ને કે 'સાહેબ, જાઓ અને પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવો'. ઠીક છે, તે રિપોર્ટ કરાવી દીધી એનો વાંધો નથી. હવે તું મારી વાત સાંભળ, તારી સાથે કામ કરતા જેટલા પણ મેનેજરો છે, એમના ઘર ક્યાં છે, તેઓ ક્યારે ઓફિસ જાય છે અને ક્યારે પાછા આવે છે, એમનો પરિવાર ક્યાં રહે છે - આ બધી જ વિગતો અમારી પાસે છે.'

તારા હાથ નીચે કામ કરતા લોકોની હાલત ખરાબ કરીશું

હેરી બોક્સરે વધુમાં કહ્યું કે, 'અમે તને કંઈ નહીં કહીએ, પણ તારી નીચે જે લોકો કામ કરે છે ને, એમની હાલત ખરાબ કરવાનું શરૂ કરીશું, ત્યારે તારી અક્કલ ઠેકાણે આવશે. સમય રહેતા સુધરી જા. રણવીર સિંહ, તેં જે વાત કહી હતી એનાથી તું ફરી ગયો છે, એટલે જ અમે આ વોઈસ નોટ તને મોકલી રહ્યા છીએ. કાં તો તું તારી વાત પર પાછો આવી જા, નહીં તો વાતથી ફરી જવાની સજા શું હોય છે, એ અમે તને જણાવીશું. હવે તું અને રોહિત શેટ્ટી બંને શાંતિથી સાંભળી લેજો. હું આખા બોલિવૂડને કહી રહ્યો છું કે અમે જેને પણ ફોન કરીએ, તે સમય રહેતા લાઈન પર આવી જજો, નહીં તો પછી જોજો કે અમે શું કરીએ છીએ. અને બીજી વાત, આજે અમે પોર્ટુગલમાં પણ ફાયરિંગ કરાવ્યું છે.'

આ પણ વાંચો: કોઈ સમુદાયને આમ ઉતારી ન પાડી શકોઃ ઘૂસખોર પંડતના સર્જકો ને સુપ્રીમે ઝાટક્યા

સેલિબ્રિટીઝ પર સતત વધતું જોખમ અને ભારે તણાવ

હાલમાં સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ ગેંગસ્ટરોને કારણે ડરનો માહોલ છે. રણવીર સિંહ અને રોહિત શેટ્ટી ઉપરાંત કપિલ શર્માના 'કેપ્સ કેફે' પર હુમલો, દિશા પટણીના બરેલી સ્થિત ઘર અને એલ્વિશ યાદવના ઘરની બહાર ફાયરિંગની ઘટનાઓ પણ સામે આવી છે. લૉરેન્સ બિશ્નોઈ ગેંગના સાગરીતો સોશિયલ મીડિયા પોસ્ટ અને વોઈસ નોટ દ્વારા સતત બોલિવૂડ સેલિબ્રિટીઝને નિશાન બનાવી રહ્યા છે, જેને કારણે ઈન્ડસ્ટ્રીમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે.

ગુજરાત સમાચાર આ ધમકીભર્યા મેસેજની પુષ્ટિ કરતું નથી.