હાનિયા આમિર મુદ્દે વધતો વિવાદ: દિલજીતની ફિલ્મની અભિનેત્રી 'સરદારજી 3'થી અલગ થઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Neeru Bajwa Unfollowed Hania Aamir: પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરના કારણે દિલજીત દોસાંઝની ફિલ્મ ‘સરદાર જી 3’ વિવાદોમાં રહી છે. હવે તે વચ્ચે ફિલ્મની મુખ્ય અભિનેત્રી નીરૂ બાજવાના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલથી 'સરદાર જી 3' સાથે જોડાયેલી બધી પોસ્ટ અચાનક ગાયબ થઈ ગઈ છે. હાલમાં 'બોલિવૂડસ્પેસ' નામના એક ઇન્સ્ટાપેજ પર દાવો કરાયો હતો કે નીરૂ બાજવાએ ફિલ્મ સાથે જોડાયેલી બધી પોસ્ટ હટાવી હાનિયા આમિરને અનફોલો પણ કરી છે.
જો કે, આ દાવાની પુષ્ટિ થઈ શકી નથી. જણાવી દઈએ કે નીરૂની લેટેસ્ટ પોસ્ટ તેની આવનારી ફિલ્મ 'સન ઓફ સરદાર 2'ના ટીઝર સાથે જોડાયેલી હતી. હવે તેના પ્રોફાઇલ પર ‘સરદાર જી 3’ સાથે જોડાયેલા કોઈપણ પોસ્ટ દેખાતી નથી.
પુનિત ઇસ્સરે દિલજીત પર નિશાન સાધ્યું
અભિનેતા પુનિત ઇસ્સરે ‘સરદાર જી 3’ વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપી તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, ‘હું દેશભક્ત છું, મારા માટે દેશ પહેલા આવે છે. મને લાગે છે કે જ્યારે દિલજીતે ફિલ્મ શરૂ કરી હતી ત્યારે બંને દેશો વચ્ચે બધું ઠીક હતું. તે સમયે ત્યાંના કલાકારો આપણા સાથે કામ કરી રહ્યા હતા અને કોઈએ વિરોધ નહોતો કર્યો, પરંતુ મને લાગે છે કે આપણે પોતાના દેશ માટે આત્મ-સન્માન હોવું જોઈએ. આપણે જાણવું જોઈએ કે આપણા ગુરુઓએ આપણા માટે શું કર્યું છે. દિલજીત આ બધું ભૂલી ગયો છે. શું તેને ખબર નથી કે ગુરુ ગોવિંદ સિંહના ચાર દીકરા શહીદ થયા હતા? ગુરુ તેગ બહાદુર એ પોતાના ધર્મની રક્ષા માટે જીવ આપ્યો હતો. આપણે પોતાના દેશ પ્રત્યે વફાદાર રહેવું જોઈએ.’








