Entertainment

દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં દારુ, હિંસાને લગતાં ચાર ગીતો પર પ્રતિબંધ

By GS Team
8 Nov 20261 min read
TukuTouch Logo
મુંબઈ : મશહૂર ગાયક દિલજીત દોસાંઝના ૧૫ નવેમ્બરે ઈન્દોરમાં યોજાનાર ઓરા ઈન્ડિયા ટૂર કોન્સર્ટમાં તેના ચાર ગીતો ગાવા પર પ્રતિબંધ મુકાયો છે. 'પટિયાલા પેગ' અને 'જટ્ટ ફાયર કરદા' જેવા ગીતોમાં દારૃ, ડ્રગ્સ અને હિંસાનો ઉલ્લેખ હોવાથી બાળકો પર ખરાબ અસર ન પડે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચંડીગઢના ડો. પંડિતરાવ ધરેણવરની ફરિયાદ પછી જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ આ આદેશ આપ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં દારુ, હિંસાને લગતાં ચાર ગીતો પર પ્રતિબંધ

મુંબઈ : મશહૂર ગાયક દિલજીત દોસાંઝના ૧૫ નવેમ્બરે ઈન્દોરમાં યોજાનાર ઓરા ઈન્ડિયા ટૂર કોન્સર્ટમાં તેના ચાર ગીતો ગાવા પર પ્રતિબંધ મુકાયો છે. 'પટિયાલા પેગ' અને 'જટ્ટ ફાયર કરદા' જેવા ગીતોમાં દારૃ, ડ્રગ્સ અને હિંસાનો ઉલ્લેખ હોવાથી બાળકો પર ખરાબ અસર ન પડે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ચંડીગઢના ડો. પંડિતરાવ ધરેણવરની ફરિયાદ પછી જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ આ આદેશ આપ્યો હતો.
ફરિયાદમાં પંજાબ-હરિયાણા હાઈકોર્ટના જૂના ચૂકાદાનો હવાલો આપીને બાળકોને સ્ટેજ પર ન બોલાવવા અને ગાયકના કારતૂસવાળા પટ્ટા પહેરવા સામે પણ વાંધો ઉઠાવાયો છે, જેથી બોલ બદલ્યા પછી પણ આ ગીતો રજૂ નહીં કરી શકાય.
સુરક્ષા અને ધમકીઓની આશંકાઓ વચ્ચે દિલજીતે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી કે તેનો આ કાર્યક્રમ નક્કી કરેલા સમયે જ યોજાશે. અગાઉ દિલ્હીમાં યોજાયેલા શોની જેમ અહીં પણ ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર દેશમાં યોજાઈ રહેલી આ સંગીત યાત્રાને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ સાથે ઉત્સુકતા જોવા મળી રહી છે.