Entertainment
થ્રી ઈડિયટની સીકવલ ફોર ઈડિયટ બનશે, ચોથા હિરોની એન્ટ્રી
By GS TEAM
20 Dec 20251 min read

- એક ટોચના હિરોનો સંપર્ક કરાયો
- નવી ફિલ્મનું મૂળ વાર્તા સાથે જોડાણ હશે પરંતુ સાથે સાથે અનેક ફેરફારો
મુંબઇ : આમિર ખાન, આર. માધવન તથા શર્મન જોશીની 'થ્રી ઇડિયટસ'ની સીકવલ હવે 'ફોર ઈડિયટસ' ટાઈટલ સાથે બનશે એમ કહેવાય છે. આ ફિલ્મમાં મૂળ ત્રણ હિરો ઉપરાંત એક ચોથા હિરોનો પણ ઉમેરો થશે. આ માટે બોલિવુડના એક ટોચના સ્ટારનો સંપર્ક કરાયો હોવનું કહેવાય છે.
મૂળ ફિલ્મનો અંત જ્યાં આવ્યો હતો ત્યાંથી જ સીકવલની વાર્તા આગળ વધશે. મૂળ ફિલ્મનાં પાત્રો તથા સંદર્ભોને જાળવી રાખવાની સાથે સાથે વાર્તામાં અનેક ફેરફારો પણ થશે. હાલ ફિલ્મની સ્ક્રિપ્ટને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
જોકે, ફિલ્મનું શૂૂટિંગ ક્યારથી ચાલુ થશે તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ વિગતો અપાઈ નથી. મોટાભાગે આવતાં વર્ષના ઉત્તરાર્ધમાં આ ફિલ્મ શરુ થઈ શકે છે.









