Filmfare Awards 2025 : ડેબ્યૂના 25 વર્ષ બાદ અભિષેક બચ્ચન 'બેસ્ટ એક્ટર', આમિર ખાનની 'લાપતા લેડીઝ' છવાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

70th Filmfare Awards: '70મો ફિલ્મફેર એવોર્ડ્સ 2025'ની સાંજ બોલિવૂડ સ્ટાર્સથી ભરેલી હતી. ગત વર્ષની જેમ, આ સમારોહનું આયોજન ગુજરાતમાં થયું હતું. શાહરૂખ ખાન, અક્ષય કુમાર, કરણ જોહર અને કાર્તિક આર્યન સહિત અનેક બોલિવૂડ સ્ટાર્સે અમદાવાદની સાંજને ખાસ બનાવી.
આ પણ વાંચોઃ ઓસ્કાર વિજેતા હોલિવૂડ અભિનેત્રી ડાએન કીટનનું નિધન, 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
આ સ્ટાર્સે જીત્યો ફિલ્મફેર
આ કાર્યક્રમમાં, 2024માં રિલીઝ થયેલી કેટલીક ફિલ્મોને ફિલ્મફેર એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવી હતી. 11 ઓક્ટોબરની આખી સાંજ આમિર ખાનના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ, 'લાપતા લેડિઝ' ને નામ રહી, જેણે વિવિધ કેટેગરીમાં આશરે 13 એવોર્ડ જીત્યા છે. વળી, અમિતાભ બચ્ચનના દીકરા અભિષેક બચ્ચને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂના 25 વર્ષો બાદ પોતાનો પહેલો 'બેસ્ટ એક્ટર' ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે. તેને આ એવોર્ડ શૂજિત સરકારની 'આઇ વોન્ટ ટુ ટૉક' માટે મળ્યો. આ એક્ટરે અગાઉ બેસ્ટ સપોર્ટિંગ એક્ટરના રૂપે જીત્યો હતો.
અભિષેક સિવાય, કાર્તિક આર્યનને પણ બેસ્ટ એક્ટરનો પહેલો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તેને આ એવોર્ડ ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન' માટે મળ્યો હતો. તેણે અગાઉ 2023 માં 'ભૂલ ભુલૈયા 2' માટે એવોર્ડ જીત્યો હતો. આલિયા ભટ્ટને 'જીગરા' માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.
ફિલ્મફેર એવોર્ડ્સ 2025: વિજેતાઓની સંપૂર્ણ વિગત
| મુખ્ય એવોર્ડ્સ | વિજેતા | ફિલ્મ / ટાઇટલ |
| બેસ્ટ ફિલ્મ | - | લાપતા લેડીઝ |
| બેસ્ટ ડિરેક્ટર | કિરણ રાવ | લાપતા લેડીઝ |
| બેસ્ટ એક્ટર ઇન અ લીડિંગ રોલ (મેલ) | અભિષેક બચ્ચન / કાર્તિક આર્યન | આઇ વોન્ટ ટુ ટૉક / ચંદુ ચેમ્પિયન |
| બેસ્ટ એક્ટર ઇન અ લીડિંગ રોલ (ફીમેલ) | આલિયા ભટ્ટ | જીગરા |
| બેસ્ટ એક્ટર ઇન અ સપોર્ટિંગ રોલ (મેલ) | રવિ કિશન | લાપતા લેડીઝ |
| બેસ્ટ એક્ટર ઇન અ સપોર્ટિંગ રોલ (ફીમેલ) | છાયા કદમ | લાપતા લેડીઝ |
| બેસ્ટ ડેબ્યૂ (મેલ) | લક્ષ્ય લાલવાની | કિલ |
| બેસ્ટ ડેબ્યૂ (ફીમેલ) | નિતાંશી ગોયલ | લાપતા લેડીઝ |
| બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટર | કુણાલ ખેમુ / આદિત્ય સુહાસ જમભાલે | મડગાંવ એક્સપ્રેસ / આર્ટીકલ 370 |
| ક્રિટીક્સ અને રાઇટિંગ એવોર્ડ્સ | વિજેતા | ફિલ્મ / ટાઇટલ |
| બેસ્ટ ફિલ્મ (ક્રિટીક્સ) | શૂજિત સરકાર | આઇ વોન્ટ ટુ ટૉક |
| બેસ્ટ એક્ટર (ક્રિટીક્સ) | રાજકુમાર રાવ | શ્રીકાંત |
| બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટીક્સ) | પ્રતિભા રાંટા | લાપતા લેડીઝ |
| બેસ્ટ સ્ક્રીનપ્લે | સ્નેહા દેસાઈ | લાપતા લેડીઝ |
| બેસ્ટ ડાયલોગ | સ્નેહા દેસાઈ | લાપતા લેડીઝ |
| બેસ્ટ સ્ટોરી | આદિત્ય ધર, મોનલ ઠક્કર | આર્ટીકલ 370 |
| બેસ્ટ એડપ્ટેડ સ્ક્રીનપ્લે | રિતેશ શાહ, તુષાર શીતલ જૈન | આઇ વોન્ટ ટુ ટૉક |
| મ્યુઝિક એવોર્ડ્સ | વિજેતા | ફિલ્મ / ટાઇટલ |
| બેસ્ટ મ્યુઝિક આલ્બમ | રામ સંપત | લાપતા લેડીઝ |
| બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ) | અરિજીત સિંહ | લાપતા લેડીઝ |
| બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ) | મધુબંતી બાગ્ચી | આજ કી રાત (સ્ત્રી 2) |
| બેસ્ટ લિરિક્સ | પ્રશાંત પાંડે | સજની (લાપતા લેડીઝ) |
| ટેક્નિકલ એવોર્ડ્સ | વિજેતા | ફિલ્મ/ટાઇટલ |
| બેસ્ટ સિનેમેટોગ્રાફી | રફી મહેમૂદ | કિલ |
| બેસ્ટ એડિટિંગ | શિવકુમાર વી પાનેકર | કિલ |
| બેસ્ટ એક્શન | સીયંગ ઓહ, પરવેઝ શેખ | કિલ |
| બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન | સુભાષ સાહો | કિલ |
| બેસ્ટ કોરિયોગ્રાફી | બોસ્કો સીઝર | તૌબા-તૌબા (બેડ ન્યૂઝ) |
| બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર | રામ સંપત | લાપતા લેડીઝ |
| બેસ્ટ VFX | રીડિફાઇન | મુન્જ્યા |
| બેસ્ટ કોસ્ચ્યુમ | દર્શન જલન | લાપતા લેડીઝ |
| બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન | મયૂર શર્મા | કિલ |
|
વિશેષ અને લાઇફટાઇમ એવોર્ડ્સ |
વિજેતા |
|
લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ |
ઝીનત અમાન, શ્યામ બેનેગલ |
|
સિને આઇકોન (Cinema Icon) |
દિલીપ કુમાર, નૂતન, મીના કુમારી, કાજોલ, શ્રીદેવી,
અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, રમેશ સિપ્પી (શોલે), બિમલ રૉય, શાહરૂખ ખાન, કરણ જૌહર |









