અજીત ડોભાલના જીવન પર બનશે ફિલ્મ 'સલાકાર', જાણીતી બોલિવૂડ એક્ટ્રેસ કરશે જાસૂસી!
Image: Instagram |
Bollywood: બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય ફિલ્મ 'ભૂતની' પછી જોરદાર વાપસી કરવા માટે તૈયાર છે. મૌની રોય ટૂંક સમયમાં જ એક જાસૂસી થ્રિલર ફિલ્મ 'સલાકાર'માં જોવા મળશે. આ ફિલ્મમાં તે એક જાસૂસની ભૂમિકામાં જોવા મળશે. જોકે, આ ફિલ્મ સિનેમાઘરોમાં નહીં પરંતુ જિયોહોટસ્ટાર પર રિલીઝ થશે. હવે આ ફિલ્મને લઈને એક મોટી અપડેટ પણ સામે આવી છે. મળતી માહિતી મુજબ, આ ફિલ્મ અજીત ડોભાલ પર આધારિત છે.
અજીત ડોભાલના જીવન પર બનશે ફિલ્મ
મળતી માહિતી મુજબ, ડિરેક્ટર ફારૂક કબીરની આ ફિલ્મ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના જીવન અને કારકિર્દી પર કેન્દ્રિત છે. જોકે મેકર્સે ફિલ્મના મુખ્ય સ્ટાર કાસ્ટના નામ જાહેર કર્યા નથી. પરંતુ, મૌની આ પ્રોજેક્ટનો એક ભાગ છે.
ડિરેક્ટરે શું કહ્યું?
ફિલ્મને લઈને ડિરેક્ટર ફારૂક કબીરે કહ્યું કે, 'સલાકાર માત્ર એક થ્રિલર નથી, તે એક ભાવુક કહાણી છે જે વારસામાં, મૌનના મૂલ્યમાં અને જાસૂસીને એક મિશન કરતાં વધુ માને છે.'
ક્યારે થશે રીલિઝ?
મળતી માહિતી મુજબ, ફિલ્મ 'સલાકાર' ભારતીય સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટના દિવસે જિયો હોટસ્ટાર પર રિલીઝ થશે. ફારુક કબીરે 'સલાકાર'ના ડિરેક્શન અને લેખનની કમાન સંભાળી છે. ફારૂક 'ખુદા હાફિઝ', 'ખુદા હાફિઝ: ચેપ્ટર 2' જેવી ફિલ્મો માટે જાણીતા છે.