Entertainment

સારા છોકરા ફિલ્મોમાં જ હોય છે, અસલ દુનિયામાં નહીં', વિજય વર્મા સાથે ડેટિંગની અટકળો પર ફાતિમાની સ્પષ્ટતા

By GS TEAM
26 Jun 20253 mins read
TukuTouch Logo
એક્ટ્રેસ ફાતિમા સના શેખ હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ 'મેટ્રો ઈન દિનો'નું પ્રમોશન કરી રહી છે. તેણે આર માધવનની સાથે પોતાની અપકમિંગ ફિલ્મ 'આપ જૈસા કોઈ નહીં'ના ટ્રેલરને મળી રહેલા રિએક્શન પર પણ વાત કરી. તમને જણાવી દઈએ કે, વિજય વર્મા તમન્ના ભાટિસા સાથે બ્રેકઅપ બાદ ફાતિમાને ડેટ કરી રહ્યો છે. હવે એક્ટ્રેસે ખુદ આ ટેડિંગની અટકળો પર સ્પષ્ટતા આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સારા છોકરા ફિલ્મોમાં જ હોય છે, અસલ દુનિયામાં નહીં', વિજય વર્મા સાથે ડેટિંગની અટકળો પર ફાતિમાની સ્પષ્ટતા

Fatima clarifies on dating speculations with Vijay Varma: એક્ટ્રેસ ફાતિમા સના શેખ હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ 'મેટ્રો ઈન દિનો'નું પ્રમોશન કરી રહી છે. તેણે આર માધવનની સાથે પોતાની અપકમિંગ ફિલ્મ 'આપ જૈસા કોઈ નહીં'ના ટ્રેલરને મળી રહેલા રિએક્શન પર પણ વાત કરી. તમને જણાવી દઈએ કે, વિજય વર્મા તમન્ના ભાટિસા સાથે બ્રેકઅપ બાદ ફાતિમાને ડેટ કરી રહ્યો છે. હવે એક્ટ્રેસે ખુદ આ ટેડિંગની અટકળો પર સ્પષ્ટતા આપી છે. 

હું સિંગલ છું

માધવન સાથે અપકમિંગ ફિલ્મ 'આપ જૈસા કોઈ નહીં' ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં ફાતિમાએ પોતાના અને ગુસ્તાખ ઈશ્કના કો-સ્ટાર વિજય વર્માના લિંક-અપની અટકળો પર વાત કરી. તાજેતરમાં જ તમન્ના ભાટિયા સાથે વિજય વર્માના બ્રેકઅપની અટકળોએ જોર પકડ્યુ હતું. જોકે, હવે ફાતિમાએ વિજય વર્મા સાથે ચાલી રહેલી ડેટિંગની અટકળોને નકારી કાઢી અને કન્ફર્મ કર્યું કે, 'હું સિંગલ છું.'

ફાતિમાએ આ દરમિયાન સબંધો પર પણ પોતાના વિચારો શેર કર્યા. તેણે કહ્યું કે, 'એ સબંધ જેમાં બે લોકો એક-બીજાનું સન્માન કરે છે. એકબીજાના વિચારો અને મત સાંભળે છે. બંનેને સમાન સમજે છે. જ્યારે તમે પાર્ટનરશિપમાં હોવ ત્યારે ખુદને ખોયા વિના સબંધોની દિશામાં કામ કરો છો. મને લાગે છે કે, આ જ સફળ સબંધનો રસ્તો છે. 

સારા છોકરા ફિલ્મોમાં જ હોય છે

જ્યારે ફાતિમાને પૂછવામાં આવ્યું કે, તમને કોઈ એવું વ્યક્તિ મળ્યું જે તમારા સબંધોના વિચારો સાથે મળ ખાય છે? આ સવાલ પર ફાતિમાએ કંઈક અજીબ જવાબ આપ્યો અને કહ્યું કે, 'સારા છોકરા છે જ નહીં. મારા જીવનમાં કોઈ પણ નથી. સારા છોકરા ફિલ્મોમાં જ હોય છે અસલ દુનિયામાં નહીં.'

આર માધવન સાથે ફાતિમાની જોડી છવાઈ ગઈ

ફાતિમા સના શેખની આગામી ફિલ્મોની વાત કરીએ તો, તે આદિત્ય રોય કપૂર, સારા અલી ખાન, અલી ફઝલ, કોંકણા સેન શર્મા, પંકજ ત્રિપાઠી, નીના ગુપ્તા અને અનુપમ ખેર સાથે 'મેટ્રો ઈન દિનો'માં જોવા મળશે. આ ફિલ્મ 4 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તે આર માધવન સાથે 'આપ જૈસા કોઈ'માં પણ સ્ક્રીન શેર કરશે જેમાં તેની જોડી ખૂબ જામી રહી છે. આ ફિલ્મ 11 જુલાઈએ OTT પર રિલીઝ થઈ રહી છે. બીજી તરફ તમને જણાવી દઈએ કે વિજય વર્મા સાથેની તેની ફિલ્મ 'ગુસ્તાખ ઈશ્ક'નું કામ હજુ ચાલી જ રહ્યું છે.

આ પણ વાંચો: પાકિસ્તાની અભિનેત્રી સાથે કામ કરવું દિલજીતને ભારે પડશે! 'બોર્ડર-2' ફિલ્મમાંથી કાઢી મૂકવા માંગ

હું આર માધવનની મોટી ચાહક છું: ફાતિમા

આર માધવન સાથેની પોતાની ફિલ્મ વિશે વાત કરતાં ફાતિમાએ કહ્યું કે, 'આ ફિલ્મનો ભાગ બનીને હું ખૂબ જ ખુશી અને ગર્વ અનુભવી રહી છું. હું આર માધવનની મોટી ચાહક રહી છું અને તેની સાથે સ્ક્રીન શેર કરવાની તક મેળવીને હું ખૂબ જ ખુશ છું. ફિલ્મમાં મારું પાત્ર મધુ મારા માટે ખૂબ જ ખાસ છે. સામાન્ય રીતે આપણે હિંમત અને આત્મવિશ્વાસને પુરુષો સાથે જોડીએ છીએ, પરંતુ મારું પાત્ર મધુ આ ગુણોને કોમળતાથી ભજવે છે.'

આ મારા માટે થેરાપી જેવો અનુભવ રહ્યો

એક્ટ્રેસે આગળ કહ્યું કે, આ ફિલ્મ દ્વારા મને પ્રેમના અનેક રંગોને અનુભવવાનો અને નિભાવવાની તક મળી. આ મારા માટે થેરાપી જેવો અનુભવ રહ્યો, જેણે હૃદય અને મગજને શાંતિ આપી.