'બિગ બોસ 20'ની પ્રથમ ટિકિટ કોને મળશે તે ફેન્સ નક્કી કરશે: રિયા આહિર અને લવ ગિલ વચ્ચે ટક્કર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Fans Decide Bigg Boss 20 Entry: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવતો લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ' પોતાની 20મી સિઝન સાથે આગામી 6 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. શોના લોન્ચિંગ પહેલાં જ નિર્માતાઓએ દર્શકો માટે એક મોટો ટ્વિસ્ટ જાહેર કર્યો છે. આ વખતે બિગ બોસના ઘરમાં પ્રવેશનારી પ્રથમ કન્ટેસ્ટન્ટની પસંદગી સીધી દર્શકોના વોટિંગ દ્વારા કરવામાં આવશે. આ ખાસ ટિકિટ માટે મુંબઈની મોડલ રિયા આહિર અને પંજાબની સોશિયલ મીડિયા સેલિબ્રિટી લવ ગિલ વચ્ચે મુકાબલો છે. દર્શકો JioHotstar એપ પર 2 સપ્ટેમ્બર સુધી પોતાના મનપસંદ દાવેદારને મત આપી શકશે.
કોણ છે રિયા આહિર અને લવ ગિલ?
- રિયા આહિર (ઉંમર 27 વર્ષ): મુંબઈ સ્થિત મોડલ અને આંત્રપ્રિન્યોર રિયા આહિર NEET વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ વાન રોકતા વાયરલ થયેલા વીડિયોથી ચર્ચામાં આવી હતી. તે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સામાજિક અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર અવાજ ઉઠાવવા માટે જાણીતી છે.
- લવ ગિલ (ઉંમર 29 વર્ષ): પંજાબની લોકપ્રિય સોશિયલ મીડિયા સેલિબ્રિટી, મોડલ અને અભિનેત્રી લવ ગિલ અનેક પંજાબી મ્યુઝિક વીડિયોમાં જોવા મળી ચૂકી છે. તેણે ટીવી સીરિયલ 'તૂ પતંગ મેં ડોર'થી અભિનયની શરૂઆત કરી હતી અને કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
Gen-Z દર્શકોને આકર્ષવા માટે મેકર્સે આ વખતે ડિજિટલ સેલિબ્રિટીઝ પર મોટો દાવ લગાવ્યો છે, જેને લઈને સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે બંનેના સમર્થનને લઈને જોરદાર ચર્ચા ચાલી રહી છે. જો બેમાંથી જેને પસંદ ન કરવામાં આવે એનો એક ચાન્સ પહેલેથી જ ખોવાઈ જાય એ બની શકે છે. આથી આ એક માર્કેટિંગ હોય એવું બની શકે છે.
આ સિઝનમાં હશે 2 ઘર અને સેકન્ડ ચાન્સનો ટ્વિસ્ટ
શોના નવા પ્રોમોમાં સલમાન ખાને ખુલાસો કર્યો છે કે આ સિઝનમાં 1 નહીં પરંતુ 2 અલગ-અલગ ઘરો બનાવવામાં આવ્યા છે. આ સાથે જ તેણે સંકેત આપ્યો હતો કે ઘરની બહાર થઈ ગયેલા સ્પર્ધકોને બીજી તક આપીને ફરીથી બિગ બોસ 20ના ઘરમાં લાવવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે વિવિધ પ્રાદેશિક ભાષાઓ સહિત બિગ બોસના કુલ 6 અલગ-અલગ વર્ઝન એકસાથે ટેલિકાસ્ટ થવાના છે. જેમાં સૌથી પહેલાં 10 વર્ષના લાંબા અંતરાલ બાદ વાપસી કરી રહેલો 'બિગ બોસ બાંગ્લા' ટેલિકાસ્ટ થશે, જેનું હોસ્ટિંગ ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી કરી રહ્યો છે.




