Entertainment

3 દિવસમાં 300 કરોડની કમાણી... રજનીકાંતની 'જેલર-2' અનેક રેકોર્ડ બ્રેક કરવા તરફ અગ્રેસર

By GS Team
18 Oct 20262 mins read
TukuTouch Logo
સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 'જેલર-2' એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. રિલીઝના માત્ર 3 દિવસમાં આ એક્શન થ્રિલર ફિલ્મે વિશ્વભરમાં 300 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. નેલસન દિલીપકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ હવે 400 કરોડનો આંકડો પાર કરવા તરફ આગળ વધી રહી છે, જે તમિલ સિનેમાનો નવો ઇતિહાસ રચશે.

Summarized by AI; it may make mistakes. Check important info

3 દિવસમાં 300 કરોડની કમાણી... રજનીકાંતની 'જેલર-2' અનેક રેકોર્ડ બ્રેક કરવા તરફ અગ્રેસર

Jailer-2 Box Office Collection: રજનીકાંતનો અર્થ છે સુપરસ્ટાર, અને સુપરસ્ટારનો અર્થ છે રજનીકાંત. 75 વર્ષની ઉંમરે, દરેક પેઢીના આ સુપરસ્ટાર નેલસન દિલીપકુમારના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ 'જેલર-2' સાથે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહ્યા છે. રિલીઝના માત્ર ૩ દિવસમાં આ એક્શન થ્રિલર ફિલ્મે દુનિયાભરના બોક્સ ઓફિસ પર 300 કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરી લીધી છે અને તે ઝડપથી 400 કરોડ રૂપિયાના આંકડાને પાર કરવા તરફ આગળ વધી રહી છે.

આ વાતમાં કોઈ શંકા નથી કે હવે 'જેલર-2' કોઈપણ તમિલ ફિલ્મ માટે અત્યાર સુધીનું સૌથી મોટું ઓપનિંગ વીકેન્ડ સાબિત થવા જઈ રહ્યું છે. આ ફિલ્મ 8 વર્ષ જૂની ફિલ્મ '2.0'ની કુલ કમાણી પાછળ છોડીને, અત્યાર સુધીની નંબર 1 તમિલ ફિલ્મ બનવાના રસ્તે ઝડપથી આગળ વધી રહી છે.

3 દિવસમાં 300 કરોડ પાર કમાણી

રજનીકાંતની 'જેલર-2'ની બોક્સ ઓફિસ કમાણીમાં ત્રીજા દિવસે ભારે ઉછાળો આવ્યો છે. સૈકનિલ્ક પ્રમાણે શનિવાર 17 ઓક્ટોબરે આ એક્શન ડ્રામા ફિલ્મે ભારતમાં 47.80 કરોડ રૂપિયાની નેટ કમાણી કરી. આ શુક્રવારની 37.10 કરોડ રૂપિયાની કમાણી સામે 28.8% નો વધારો છે. સિનેમાઘરોમાં રિલીઝ થયાના ત્રણ દિવસની અંદર જ ફિલ્મની વર્લ્ડવાઈડ ગ્રોસ કમાણી 317.15 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ સાથે જ ભારતમાં તેની નેટ કમાણી 100 કરોડ રૂપિયાના આંકડાને પણ પાર કરી ગઈ છે.

શનિવારે 14,604 શોઝ દ્વારા ફિલ્મે 47.80 કરોડ રૂપિયાની કમાણી કરી. ભારતમાં તેની કુલ નેટ કમાણી હવે 144.60 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જ્યારે ઘરેલુ ગ્રોસ કલેક્શન 169.65 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. ત્રીજા દિવસે વિદેશી બજારોથી 47.50 કરોડ રૂપિયાની કમાણી થઈ, જેનાથી ત્યાંનું કુલ ગ્રોસ કલેક્શન 147.50 કરોડ રૂપિયા થઈ ગયું છે. આ આંકડાઓને મિલાવીને ફિલ્મની વર્લ્ડવાઈડ ગ્રોસ કમાણી 317.15 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

શનિવારની ઘરેલુ કમાણીમાં સૌથી મોટો હિસ્સો તમિલ વર્ઝનનો રહ્યો. તેણે 7,802 શોઝથી 34.60 કરોડ રૂપિયાની કમાણી કરી. તેલુગુ વર્ઝને 8.50 કરોડ રૂપિયા કમાયા, જ્યારે હિન્દી વર્ઝને 4.25 કરોડ રૂપિયાની કમાણી કરી, કન્નડ વર્ઝનની વાત કરીએ તો 45 લાખ રૂપિયાની કમાણી કરી. આ ચારેય વર્ઝનને મિલાવીને ભારતમાં ફિલ્મની કુલ નેટ કમાણી 47.80 કરોડ રૂપિયા રહી.

રવિવારના કલેક્શન પર સૌની નજર

બીજી તરફ હવે સૌની નજર 'જેલર-2'ના ચોથા દિવસે એટલે કે રવિવાર પર છે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે તેનો બિઝનેસ પણ 100 કરોડ રૂપિયાથી ઉપર રહેવાનો છે. તેનો અર્થ એ છે કે ફિલ્મનું કુલ ઓપનિંગ વીકેન્ડ 425 કરોડ રૂપિયાથી વધારેનું હશે. આ ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા ઓપનિંગ વીકેન્ડ્સમાંથી એક છે, અને કોઈપણ તમિલ ફિલ્મ માટે અત્યાર સુધીનું સૌથી મોટું ઓપનિંગ વીકેન્ડ છે.