Entertainment
દિવ્યેન્દુ અને અભિષેક બેનર્જી એક વેબ સીરિઝમાં ફરી સાથે કામ કરશે
By GS Team
8 Oct 20261 min read
મુંબઈ: 'મિર્ઝાપુર' ફેમ મુન્ના ત્રિપાઠી (દિવ્યેન્દુ) અને કમ્પાઉન્ડર (અભિષેક બેનર્જી) ની જોડી હવે એક નવી વેબ સિરીઝમાં જોવા મળશે. આ સિરીઝ સત્તા અને સામ્રાજ્યની કથા રજૂ કરશે, જે OTT પ્લેટફોર્મ પર આવશે. દિવ્યેન્દુએ રામચરણ સાથે તેલુગુ ફિલ્મમાં ડેબ્યુ કર્યું છે, જ્યારે અભિષેક આર. માધવન સાથે તમિલ વેબ સિરીઝમાં કામ કરી રહ્યો છે.
Summarized by AI; it may make mistakes. Check important info

- મિર્ઝાપુરના મુન્ના ત્રિપાઠી અને કમ્પાઉન્ડરની જોડી
- નવી વેબ સિરિઝમાં સત્તા અને સામ્રાજ્યની કથા રજૂ કરવામાં આવશે
મુંબઇ : આ વર્ષની હીટ ફિલ્મ 'મિર્ઝાપુરઃ ધ મૂવી'માં મુન્ના ત્રિપાઠી અને કમ્પાઉન્ડરની ભૂમિકા ભજવનારા દિવ્યેન્દુ અને અભિષેક બેનર્જીની જોડીની નવી વેબ સીરિઝ બનાવવામાં આવી રહી છે.
સત્તા અને સામ્રાજ્યની કથા રજૂ કરતી આ વેબસિરિઝનું નામ તથા અન્ય કલાકારોની વરણી હજી નક્કી થયા નથી. આ એમ્પાયર ડ્રામાને એક ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવશે.
દરમ્યાન દિવ્યેન્દુએ રામચરણ અને જાહ્નવી કપૂરની 'પેડ્ડી'માં કામ કરી તેલુગુ ફિલ્મજગતમાં પ્રવેશ કરી લીધો છે. બીજી તરફ અભિષેક કપૂરે પણ તમિલ વેબ સીરિઝ 'લિગસી'માં આર. માધવન સાથે કામ કર્યું છે. તેની આગામી ફિલ્મ 'ટોસ્ટર'નું નિર્માણ રાજકુમાર રાવ દ્વારા કરવામાં આવ્યું છે.