Get The App

લિવ ઈનમાં ચાર જગ્યાએ મોં મારીને આવે છે છોકરીઓ... અનિરુદ્ધાચાર્યના નિવેદન મુદ્દે દિશા પટણીની બહેન ભડકી

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
Khushboo Patni Viral Video on Live in Relationship Debate


Khushboo Patni Viral Video on Live in Relationship Debate: ધર્મ ગુરુ અને કથાવાચક અનિરુદ્ઘાચાર્ય મહારાજને લિવ-ઇન રિલેશનશિપ પરની ટિપ્પણીને કારણે ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. હવે બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીની બહેન અને પૂર્વ આર્મી ઓફિસર ખુશ્બુ પટણીએ અનિરુદ્ઘાચાર્યની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા આક્રોશ ઠાલવ્યો છે.

અનિરુદ્ઘાચાર્યે શું ટિપ્પણી કરી હતી?

કથાવાચક અનિરુદ્ઘાચાર્યનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી મહિલાઓનો ઉલ્લેખ કરતા કહે છે કે, 'છોકરાઓ 25 વર્ષની છોકરીઓને (ઘરે) લાવે છે, જે 4-5 જગ્યાએ મોઢું મારીને આવી હોય છે.' તેમની આ ટિપ્પણીની ભારે ટીકા થઈ રહી છે. કથાવાચકનો આ વીડિયો વાઈરલ થતાં ભારે હોબાળો મચ્યો હતો.

આ મુદ્દે તેમણે સ્પષ્ટતા પણ કરવી પડી હતી. તેમણે કહ્યું હતું કે, આ વાત મેં અમુક છોકરીઓ અને અમુક લોકો માટે કહી હતી, પરંતુ તેને અડધો જ બતાવીને વિવાદ સર્જવામાં આવ્યો છે. 

મારી સામે હોત, તો સમજાવી દેત કે મોઢુંં મારવું એટલે શુંઃ ખુશ્બુ પટણી 

અનિરુદ્ઘાચાર્યના નિવેદનનો સખત વિરોધ કરતા ખુશ્બુ પટણી એ ખૂબ જ ગુસ્સો વ્યક્ત કર્યો છે. ખુશ્બુએ કહ્યું કે, 'જો આ મારા સામે હોત, તો હું તેને સમજાવી દેત કે મોઢું મારવું શું હોય છે. આ રાષ્ટ્ર-વિરોધી છે. તમારે આવા અવ્વલ દરજ્જાના બદમાશોનું સમર્થન ન કરવું જોઈએ. આ સમાજના તમામ બેવકૂફ નપુંસકો તેને ફોલો કરી રહ્યા છે.'

લિવ-ઇનમાં રહેતા છોકરાઓ પર ટિપ્પણી કેમ નથી કરતા?

આ જ વીડિયોમાં, ખુશ્બુ પટણીએ કથાવાચકની ટીકા ચાલુ રાખતા સવાલ કર્યો કે, 'તેમની ટિપ્પણી ફક્ત લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી મહિલાઓ પર જ કેમ કેન્દ્રિત હતી?'

આ અંગે ખુશ્બુએ બેવડા માપદંડ તરફ ઈશારો કરતા પૂછ્યું કે, 'તેમણે એવા છોકરાઓ પર ટિપ્પણી કેમ ન કરી કે, જે લગ્ન પહેલાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાનું પસંદ કરે છે?'

ખુશ્બુએ ભારપૂર્વક કહ્યું કે, 'લિવ-ઇન રિલેશનશિપમાં બંને પાર્ટનર સામેલ હોય છે. આ ગુરુની લૈંગિક રીતે ભેદભાવપૂર્ણ ટિપ્પણી કરી છે. આ પ્રકારના વિચારોનું સમર્થન કરનારાનો હું વિરોધ કરું છું.’

આ પણ વાંચો: 56 કલાક નોન સ્ટોપ કામ કરવું પડ્યું, અભિનેત્રીએ શેર કર્યો અનુભવ, ફરાહ ખાને આપ્યો જવાબ

કોણ છે ખુશ્બુ પટણી?

ખુશ્બુ, બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીની મોટા બહેન છે અને ઉત્તર પ્રદેશના બરેલીના રહેવાસી છે. તેઓ પૂર્વ આર્મી ઓફિસર છે અને 11 વર્ષ સુધી સેનામાં રહ્યા બાદ 2024માં મેજરના પદ પરથી નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ પછી તેમણે હેલ્થ અને પર્સનલ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં નવી કારકિર્દી શરૂ કરી હતી. આજે તેઓ એક ફિટનેસ ટ્રેનર, ન્યુટ્રિશનિસ્ટ, મેડિટેશન ઇન્સ્ટ્રક્ટર અને સ્પિરિચ્યુઅલ હીલર છે. સોશિયલ મીડિયામાં તેમનું ફેન ફોલોઈંગ પણ ઘણું વધારે છે.

લિવ ઈનમાં ચાર જગ્યાએ મોં મારીને આવે છે છોકરીઓ... અનિરુદ્ધાચાર્યના નિવેદન મુદ્દે દિશા પટણીની બહેન ભડકી 2 - image

Tags :